Home Current સ્ત્રીઓની પ્રસૂતિ દરમ્યાન ઓપરેશન બાદ લેવાતા ટાંકાના કારણે બેક્ટેરિયા થઈ શકે છે...

સ્ત્રીઓની પ્રસૂતિ દરમ્યાન ઓપરેશન બાદ લેવાતા ટાંકાના કારણે બેક્ટેરિયા થઈ શકે છે – અદાણી જીકેના તબીબે ૪૦૦ મહિલાઓના કરેલા સ્ટડી રિપોર્ટને દ્વિતીય નંબર

994
SHARE
ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત રેસિડેન્ટ તબીબ ડો. સ્નેહલ કુકડીયાએ રાજ્ય સ્તરે રજૂ કરેલા સંશોધન પેપરે રાજ્ય સ્તરે દ્વિતીય પારિતોષિક મેળવ્યું છે. સ્ત્રી રોગ ડો. સ્નેહલ કુકડીયાનું સંશોધન મહિલા દર્દીઓના સ્વાસ્થ્ય માટે તેમજ અન્ય સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માટે લાભદાયી છે. અદાણી જીકે ના સ્ત્રી રોગ વિભાગના પ્રો. ડો. નિમિષ પંડ્યાની યાદીમાં જણાવ્યા પ્રમાણે સોસાયટી ઓફ ઓબેસ્ટ્રેશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, ગુજરાત SOGOG દ્વારા યોજાયેલા રાજયસ્તરના પરિસંવાદ માં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. સ્નેહલ કુકડીયાએ સ્ત્રીઓ માં ઓપરેશન પછી લેવાતા અલગ અલગ પ્રકારના ટાંકાઓ, ઘા ના ઊંડાણ અંગે ૪૦૦ જેટલા દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. જે દરમ્યાન ટાંકા ના કારણે બેક્ટેરિયા થતાં હોવાનું તેમને સંશોધન દરમ્યાન ધ્યાને આવ્યું હતું. આ બેક્ટેરિયાને કેમ અટકાવવા તે અંગે પણ તેમના સ્ટડી પેપરમાં માહિતી અપાઈ છે. આ સંશોધન પેપરને રાજ્ય સ્તરે દ્વિતીય નંબર પ્રાપ્ત થયો છે. તેમનો અભ્યાસ ભવિષ્યમાં દર્દીઓ માટે તેમજ અન્ય તબીબોના સ્વાસ્થ્ય માટે મહત્વનો બની રહેશે. સંશોધન પેપરને રાજ્ય સ્તરે દ્વિતીય નંબર મેળવવાની સિદ્ધિ અદાણી જીકે જનરલ હોસ્પિટલ માટે, ગેઇમ્સ માટે તેમજ કચ્છ માટે ગૌરવની વાત છે. હવે સોસાયટી ઓફ ઓબેસ્ટ્રેશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, ગુજરાત દ્વારા આગામી પરિસંવાદ કચ્છમાં સફેદ રણ ધોરડો ખાતે યોજવાનું આયોજન છે.