Home Current સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાંસદ વિનોદ ચાવડાની ૧૦ દિ’ની પદયાત્રાનો...

સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાંસદ વિનોદ ચાવડાની ૧૦ દિ’ની પદયાત્રાનો આદિપુર ગાંધી સમાધિથી પ્રારંભ

570
SHARE
૨ જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. દેશમાં રાજઘાટ પછી એક માત્ર આદિપુરમાં આવેલી મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કરીને સાંસદ વિનોદ ચાવડાએ પોતાના સંસદીય ક્ષેત્રની દસ દિવસની પદયાત્રાનો આરંભ કર્યો છે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજ ૨ જી ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર દરમ્યાન તેઓ ૧૦ દિવસ સુધી પોતાના સંસદીય ક્ષેત્રના દરેક તાલુકાના ૧૦-૧૦ ગામોમાં પદયાત્રા દ્વારા વ્યાપક જનસંપર્ક કરશે. આજથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા ઝુંબેશ સાથે પર્યાવરણને નુકસાન કરતાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવાના નિર્ણયનો અમલ કરાશે. આ પદયાત્રા દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ બચાવવાના સંદેશ, વૃક્ષારોપણ અને ગાંધી વિચારો સાથે આજની યુવા પેઢી જોડાય તેવો આ પદયાત્રાનો ઉદ્દેશ્ય હોવાનું સાંસદશ્રી ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રા દરમ્યાન ગાંધી વિચારોને વરેલા વડીલોનું સન્માન કરાયું હતું. હવે આ પદયાત્રા આગામી દસ દિવસમાં અલગ અલગ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. યાત્રાનું સંયોજન જયંત માધાપરિયા, વિકાસ રાજગોર અને જીગર છેડા સંભાળી રહ્યા છે.