કચ્છ અંજારના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો કથીત બિભત્સ ઓડીયો કાંડ તેમનો પીછો છોડતો નથી કેમકે રાજ્યના અન્ય મંત્રીઓની જેમ વાસણભાઇ આહિરના જાહેર કાર્યક્રમોની માહિતી અને આપલે માટે બનેલા ગ્રુપમાં કોઇ ગ્રુપ મેમ્બરે નામ બદલી દેતા થોડા સમય માટે ગ્રુપમાં સન્નાટો છવાઇ ગયો હતો બન્યુ એવુ કે રાજ્યના અલગ-અલગ મંત્રીઓની દૈનીક કામગીરીના અપડેટ માટે પત્રકાર અને નજીકના લોકો માટે અપડેટ વીથ વાસણભાઇ નામના એક ગ્રુપનુ નિર્માણ થયુ જેમાં વાસણભાઇના કચ્છના કાર્યક્રમો અંગેની માહિતી અને ફોટાની આપલે પણ થઇ પરંતુ અચાનક ગ્રુપના કોઇ સભ્યએ ગ્રૃપનુ નામ બદલી વાસણભાઇના કથીત ઓડીયો કાંડને લઇને રાખી દીધુ બસ પછી શુ? ફરી વાસણભાઇ કચ્છ અને ગુજરાતભરના મીડીયા પ્રિતીનીધીઓ માટે ચર્ચાનુ કેન્દ્ર બન્યા અને તેમનો કથીત વિવાદ ફરી જીવંત થયો જો કે થોડા સમયમાંજ ગ્રુપનુ એડમીન સંભાળી રહેલા વ્યક્તિએ ગ્રૃપનુ નામ બદલી નાંખ્યુ અને ગ્રુપની શેટીંગ પણ બદલી
પ્રથમ એડમીન દ્વારા તમામ સભ્યો માહિતીની આપલે કરી શકે તેવી શેટીંગ રખાઇ હતી પરંતુ અચાનક આ વિવાદ સાથે ગ્રૃપનુ નામ બદલી જતા ઓનલી એડમીન ગ્રૃપ શેટીંગ કરી નંખાયુ આમતો આ મામલો ગ્રુપના 160 મેમ્બરોની જાણમાંજ હતો પરંતુ અચાનક ગ્રુપનુ નામ બદલી જતા રાજ્યભરના અખબારી પ્રતિનીધીઓ માટે ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ ક્યાક આ રીતના પ્રયાસની ટીકા થઇ હતી તો કથીત ઓડીયોકાંડ મામલે સરકારે મંત્રી સામે પગલા ન લીધા હોવાની ચર્ચા ફરી શરૂ થઇ હતી. આમ કલાકોમાં ગ્રૃપ બન્યુ અને રાજ્યભરમાં ચર્ચામાં પણ આવી ગયુ.