Home Current દેશની આંતરિક અશાંતિ વચ્ચે બોર્ડર ગરમ, કચ્છ બોર્ડરે માત્ર બે દિવસમાં જ...

દેશની આંતરિક અશાંતિ વચ્ચે બોર્ડર ગરમ, કચ્છ બોર્ડરે માત્ર બે દિવસમાં જ એરચીફ બાદ આર્મીનાં ઓપરેશનલ હેડ પણ આવ્યા

973
SHARE
જયેશ શાહ(ન્યૂઝ4કચ્છ નેટવર્ક.કચ્છ) બે દિવસ પહેલા જ ભારતનાં આર્મી ચીફ બિપિન રાવતે એલઓસી(લાઈન ઓફ કંટ્રોલ) ઉપર કાંઈક મોટું થઈ શકે છે તેવું નિવેદન આપ્યું હતું બરાબર તે જ વખતે ઇન્ડિયન એરફોર્સનાં ચીફ એર માર્શલ રાકેશકુમાર સિંગ ભદોરીયા કચ્છમાં એક દિવસની ઊડતી મુલાકાતે આવ્યા હતા એરચીફની કચ્છ વિઝીટ બાદ બે દિવસમાં જ શુક્રવારે આર્મીનાં ઓપરેશનલ હેડ એવા ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન(DGMO)એ નલિયા તથા ક્રિકની મુલાકાતે આવતા કચ્છની બોર્ડર ઉપર પણ કંઈક મોટું થઈ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સૂત્રો માની રહ્યા છે ખુદ પાકિસ્તાન પણ ભારત દ્વારા કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે તેવી રાવ લઈને યુનોમાં ગયુ હતુ
નાગરિકતા બિલ અંગે દેશભરમાં અજંપા ભર્યો માહોલ છે તેવામાં આર્મી ચીફનાં નિવેદન તેમજ ડિફેન્સનાં ઉચ્ચ અધિકારીઓની કચ્છ મુલાકાતને ડિફેન્સના જાણકારો મહત્વપૂર્ણ માની રહ્યા છે ૧૭મીએ સાંજે એરચીફ માર્શલ રાકેશસિંગ ભદોરીયા તેમના ખાસ એરક્રાફટથી કચ્છનાં નલિયા એરબેઝ આવ્યા હતા જયાં તેમણે એરકોમોડોર એન્થોની ઉપરાંત ભુજ બેઝનાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી કચ્છ સીમા ઉપરની ઓપરેશનલ તૈયારી અંગેની સમીક્ષા કરી હોવાનું સૂત્રો જણાવ્યું હતું એરચીફની આ મુલાકાત વેળાએ ગાંધીનગરથી પણ સ્વાક(સાઉથ વેસ્ટ એર કમાન્ડ)નાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા એક રાતની એકાએક મુલાકાત બાદ એરચીફ ૧૮મીએ સવારે જ કચ્છથી ચાલ્યા ગયા હતા.
એરચીફ ભદોરીયાની મુલાકાત બાદ ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ જનરલ એવા ડીજીએમઓ પરમજીત સિંગ પણ કચ્છની બોર્ડરની સ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા શુક્રવારે ડીજીએમઓ પરમજીત નલિયા ઉપરાંત કોટેશ્વર અને ક્રિક એરિયામાં એરિયલ સર્વેલન્સ કર્યુ હતું એરચીફની જેમજ એ જ વિસ્તારોમાં ડીજીએમઓ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા ડિફેન્સના સૂત્રો મહત્વપૂર્ણ માની રહ્યા છે.