અમદાવાદમાં કોગ્રેસ એન.એસ.યુ,આઇના કાર્યક્રરો પર એ.બી.વી.પીના કાર્યક્રરોએ કરેલા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે કચ્છ જીલ્લા કોગ્રેસ દ્વારા ગાંધીના ગુજરાતમાં હિંસક હુમલાના વિરોધમાં ભુજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ ભુજના જ્યુબેલી સર્કલ પાસે વિરોધ કરી ભાજપ કાર્યાલય ખાતે વિરોધ માટે જઇ રહેલા 40થી વધુ કોગ્રેસી કાર્યક્રર અને કોગ્રેસના પ્રમુખ સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી સુત્રોચાર સાથે રસ્તો રોકી કોગ્રેસે અમદાવાદના હુમલાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.