મુંદરાની જન સેવા સંસ્થા દ્વારા ગરીબ વસાહતના જરૂરત મંદ લોકો ને ભોજન , અલ્પાહાર તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ઉતરાયણના આગલા દીવસે બપોરે જન સેવા સંસ્થા અને સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા સ્લમ વિસ્તારના 50જેટલા બાળકો ના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી મુંદરા સરકારી હોસ્પિટલના તબીબો ડૉ મનોજ દવે , ડૉ મંથન ફફલ અને બાળકોના તબીબ ડૉ રાકેશ માલીવારે ગરીબ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી
જન સેવાના માધ્યમથી યોજાયેલા આ મેડીકલ સેવાકીય પ્રોજેક્ટને ઈન્ચાર્જ મામલતદાર યશોધર જોષી અને ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઇ જેસરે ખુલ્લો મુક્યો હતો
બાળકોના ડોક્ટર રાકેશ ભાઈ એ જણાવ્યું હતું કે 50જેટલા નાના બાળકોની તપાસણી કરતા બાળકોમાં ઠંડીની સિઝનમાં તાવ , શરદી , ઉધરસ , તેમજ ચામડીની તકલીફ વાળા બાળકોને તબીબો એ દવા આપી ઇલાજ કર્યો હતો અહીં ડૉ મનોજ દવે એ જણાવ્યું હતું કે ચકાસણી દરમ્યાન 5થી 6બાળકો કુપોષિત હોવાનું જણાતા તેમને સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવવા વાલીઓને જણાવ્યું હતું
આ આરોગ્ય તપાસણી બાદ નાના બાળકોને ઉતરાયણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શેરડી અને તલના લાડુ નું વિતરણ કરાયું હતું તેમજ જન સેવા દ્વારા શહેરના જલારામ ભગત પરીવાર દ્વારા તેમની ઇચ્છા મુજબ મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા એ ગરીબ બાળકોને પકવાન અને વિવિધ મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મુંદરા ના પ્રથમ નાગરિક ધર્મેન્દ્ર જેસર અને ઈન્ચાર્જ મામલતદાર શ્રી જોષીએ જન સેવાની ગરીબ લોકો પ્રત્યેની લાગણી અને સેવાકીય પ્રવૃત્તિ બીરદાવી હતી
સંસ્થાના રાજ સંઘવી એ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા ગરીબ વસાહતના લોકોના આરોગ્ય માટે દાતાઓના સહયોગથી આરોગ્ય લક્ષી મેડીકલ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાશે અને વિવિધ તબીબો ની સેવાનો લાભ લેવામાં આવશે આ કેમ્પ માં રાજગોર સમાજ્ના યુવા અગ્રણી જયેશ ગોર અને જન સેવાના અસલમ માંજોઠી , દેવજી જોગી , ભીમજી જોગી જોડાયા હતા.