Home Current જો – જો હોં, ફરવા ન નીકળતા, કચ્છમાં પોલીસે શરૂ કરી છે...

જો – જો હોં, ફરવા ન નીકળતા, કચ્છમાં પોલીસે શરૂ કરી છે ‘જાસૂસી’, આ રીતે પકડાશે હવે લોકડાઉનનો ભંગ કરનારા લોકો…

3574
SHARE
જયેશ શાહ . ગાંધીધામ લોકડાઉનનાં અમલ માટે કચ્છમાં પોલીસ દ્વારા તમામ ટેકનિકનો  ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છતા કેટલાક રખડુઓ માનતા ન હોવાને  કારણે કચ્છમાં પોલીસે હવે તેમની ‘જાસૂસી’ કરવાનું નક્કી કર્યું છે. લોકડાઉનનો ભંગ કરવા વાળાને ઝડપી લેવા માટે કચ્છનાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વારા વોટ્સએપ ઉપર આવા લોકોની ‘જાસૂસી’ કરવામાં આવી રહી છે અને આ માટે પોલીસે લોકોને જ કામ સોંપીને આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવનાનું શરૂ કર્યું છે.
લોકડાઉનનો ભંગ કરીને રોડ ઉપર રખડતા કે ચારથી વધુ એકઠા થતા લોકોની જાસૂસી કરવા માટે પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વાર બે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યા છે જેની ઉપર નિયમનો ભંગ કરનારા લોકોની માહિતી ફોટા કે વિડિઓ સ્વરૂપે આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ વોટ્સએપ નંબર 63596 25822 જાહેર કરીને તેની ઉપર ફોટા કે વિડિઓ મોકલવાની અપીલ કરી છે આવી જ રીતે પૂર્વ કચ્છનાં પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે પણ એક વોટ્સએપ નંબર 90990 51100 જાહેર કર્યો છે આ બંને વોટ્સએપ નંબરને ભુજ તથા ગાંધીધામ ખાતે આવેલા કન્ટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે જેવા આ બંને નંબર ઉપર લોકડાઉન ભંગ કરનારાઓની વિગત આવશે કે તરત જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેમની માહિતી પહોંચી જશે અને પોલીસની ટીમ ઘટનાની જગ્યાએ જઈને આવા તત્વોને ઝડપી લેશે પોલીસની આ પ્રકારની કામગીરીથી હવે એવા લોકોમાં ભય ફેલાશે જેઓ નિયમનો ભંગ કરી રહયા છે.

ગભરાતા નહીં, માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે

પોલીસને માહિતી આપતી વખતે ઘણી વખત લોકો એટલા માટે ડરતા હોય છે કે, રખેને તેમનું નામ જાહેર ન થઈ જાય કારણ કે જો ખબર પડી જાય તો એક જ વિસ્તારમાં રહેતા હોવાને કારણે અથવા તો જેની માહિતી આપવામાં આવી છે તે માથાભારે તત્વ હોવાને કારણે મુશ્કેલીમાં પડી જવાનો ભય હોય છે જેને કારણે પોલીસે માહિતી આપનારની ઓળખ-નામ જાહેર ન થાય તે માટેની પણ તકેદારી રાખી છે આમ પોલીસે લોકો દ્વારા જ લોકોની ઉપર નજર રાખવા માટે શોસીયલ મીડિયા થકી આ આઈડિયા અપનાવ્યો છે.