જો સમય યોગ્ય ન હોય તો સાચી વાતના મુદ્દે પણ પાછી પાની કરવી પડે છે અને આવુજ કાઇક થયુ છે કચ્છ ભાજપના એક સમયના મોટો નેતા તારાચંદ છેડાએ નર્મદા મુદ્દે આપેલા નિવદનમાં, રાજકીય ઇચ્છાશક્તિના અભાવે અને આનંદીબેન સરકારના વખાણ કરવા મુદ્દે મામલો ગાંધીનગર સુધી પહોચતા તારાચંદ છેડાને સ્ટેન્ડ બદલવુ પડ્યુ છે આમતો વડાપ્રધાનને નર્મદા મુદ્દે લખાયેલા પત્રની સાથેજ ભાજપના અન્ય મોટા નેતા ધારાસભ્યોએ તારાચંદ છેડાથી અંતર બનાવી લીધુ હતુ તેમાંય વળી કચ્છથી સંચાલીત વર્તમાન મુખ્યમંત્રી સાથેની હોટલાઇને વાત ગાંધીનગર પહોચાડી અને આજે તારાચંદ છેડાએ વધુ એક પ્રેસનોટ જાહેર કરી હતી જેમાં અધિકારીઓ પર નર્મદાના વિલબીંત કામના દોષનો ટોપલો ઢોળ્યો હતો અને રાજકીય દાવપેચમાં પાછા પડેલા તારાચંદ છેડાને આવું નિવદન આપવુ પડ્યુ.
વિરોધી જુથ્થ ફાવ્યુ ? કે સમય જોઇ છેડા ગ્રુપનો યુ ટર્ન
ભાજપના પુર્વ ધારાસભ્ય અને સ્પષ્ટ વક્તા તારાચંદ છેડાના નિવેદને રાજકીય ભુકંપ સર્જયો હતો જેમાં નિમાબેન આચાર્ય સહિતના ધારાસભ્યોએ તેમની વાત સાથે અસહમતી દર્શાવી મુદ્દાને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો હતો તો કોગ્રેસે પણ ચાલતી ગાડીમાં બેસવાનો ભરપૂર પ્રયત્ન કર્યો જો કે કચ્છ ભાજપનાજ એક જુથ્થે સમગ્ર કચ્છમાં તારાચંદ છેડાના નિવેદનથી સર્જાયેલ સ્થિતી સાથેની વાત મુખ્યમંત્રીના કાને પહોચાડ્યા બાદ આજે અચાનક સ્ટેન્ડ બદલતુ નિવેદન તારાચંદ છેડાએ આપ્યુ હતુ એટલે એમ કહી શકાય કે વિરોધી જુથ્થે નર્મદા મુદ્દે પણ તકનો લાભ લઇ તારાચંદ છેડાને પાછીપાની કરાવી જો કે રાજકીય ચર્ચા એવી છે કે વિરોધી જુથ્થે ગાંધીનગર સુધી કરેલી નર્મદા વિવાદની વાત પછી ઉચ્ચ ભાજપ નેતાઓની દરમ્યાનગીરીથી મામલો શાંત પડ્યો અને તારાચંદ છેડાને નિવેદનનો ભાવાર્થ બદલવો પડ્યો.
જાહેર ટેકો દેનાર કોગ્રેસ હવે શુ સ્ટેન્ડ લેશે?
તારાચંદ છેડાના નિવેદન સાથે જ કોગ્રેસ ગેલમાં આવી ગઇ હતી અને વિવિધ કોગ્રેસી આગેવાનોએ ક્યાંક કચ્છના હિતમાં તો ક્યાંક વ્યક્તિગત રાજકીય માઇલેજ મેળવવા માટે નર્મદા આંદોલન અને કચ્છની ચિંતાનો ઝંડો ઉપાડી લીધો હતો અને ખુલ્લુ સમર્થન આપી લડત માટે સુચન કર્યુ હતુ જો કે આજે તારાચંદ છેડાએ મિકલેલાં નિવેદનમાં તેઓએ કોગ્રેસને આડેહાથ લેતા 60 વર્ષથી કોગ્રેસની સરકારે કાઇ કર્યુ? તેવું જણાવી નર્મદા મામલે કોગ્રેસ કાઇ ન બોલે તેવી ટક્કોર પણ કરી હતી. જો કે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવા સાથે તેમણે ગુજરાત સરકાર નહી પરંતુ વડાપ્રધાન કામને ઝડપ અપાવશે તેવો આશાવદ સેવ્યો હતો જો કે તારાચંદ છેડાના બદલાયેલા નિવેદન પછી હવે કોગ્રેસ શુ સ્ટેન્ડ લેશે એ જોવુ રહ્યુ.
શિસ્તબધ મનાતી ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા પર હોવા છંતા બોલવા કે નિવેદન આપવા માટે એક ચોક્કસ લક્ષ્મણ રેખા છે તેમાંય તારાચંદ છેડા તો પુર્વ નેતા છે તેઓ લક્ષ્મણ રેખા ઓંળગે તે કઇ રીતે બને જો કે નર્મદાની આડમાં કચ્છમાં શરૂ થયેલી આ રાજકીય લડાઇ ઘણી ઉંડી છે તારાચંદ છેડાના બદલતા નિવેદન સાથે તે શાંત થાય તેવુ અત્યારના સંજોગોમાં તો દેખાતુ નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે સત્તાધારી પાર્ટી વિરૂધ્ધ બોલી તેના પરી ટકી રહેવુ મુશ્કેલ છે અને તેમાંય વિરોધીઓ જ્યારે ઘરના અને મજબુત હોય.