Home Crime સાવધાન;નકલી સોનાની લાલચમાં ઠગાઇ ન જતા ! પચ્છિમ કચ્છ પોલિસની લોકોને અપિલ.

સાવધાન;નકલી સોનાની લાલચમાં ઠગાઇ ન જતા ! પચ્છિમ કચ્છ પોલિસની લોકોને અપિલ.

771
SHARE
સસ્તી કિંમતે સોંનુ આપવાની લાલચ આપી લોકોને શીસામાં ઉતારતી ભુજની કુખ્યાત ટોળકી અને તેના કારનામાથી કોઇ અજાણ નથી. ગુજરાતના વિવિધ શહેરો થી લઇ છેક રાજસ્થાન સુધી આ ટોળકીએ પોતાના કારનામા દર્શાવ્યા છે. જો કે એક તરફ આર્થીક મંદી વચ્ચે સોનાના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે ફરી આ ટોળકી લોકોને શીસામાં ઉતારે તેવી શક્યતા પચ્છિમ કચ્છ પોલિસ વિભાગે વ્યક્ત કરી છે. પચ્છિમ કચ્છ પોલિસે વિભાગે આજે જાહેરજનતા જોગ એક પ્રેસ યાદી બહાર પાડી હતી જેમાં સસ્તા સોનીના લાલચમાં 10 વર્ષમાં 11 થી વધુ ગુન્હાઓ પોલિસ ચોપડે ચડ્યા છે. ત્યારે વર્તમાન સ્થિતીમાં જ્યારે સોનાની કિંમત વધી છે ત્યારે આ ટોળકી સક્રિય થઇ સસ્તુ સોનુ વહેંચવાના બાને ઠગાઇ કરી શકે છે તેવી શક્યતા સાથે લોકોને આવી વાતોમાં ન આવી પોલિસનો સંપર્ક કરવા જણાવાયુ છે.
પોલિસ ચોપડે ન ચડેલા અનેક ગુન્હાઓ લોકો લાલચમાં ન આવે
અનેક કિસ્સાઓ અને પોલિસની અપિલ પછી પણ લોકો ભુજની કુખ્યાત ટોળકીની જાળમાં ફસાઇ જ જાય છે. 10 વર્ષમાં 11 કિસ્સા તો પોલિસ ચોપડે ચડ્યા છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે. જે પોલિસ ચોપડે ચડ્યા જ નથી. પરંતુ લોકો આ ટોળકીની ઠગાઇનો ભોગ બન્યા છે. તેવામાં લાંબા સમયથી નિષ્ક્રીય ટોળકી ફરી સક્રિય થઇ શકે છે. તેવી શંકા પોલિસે વ્યક્ત કરી છે. ભુતકાળમાં આવા મામલાઓમાં પોલિસ કર્મચારીઓના સંડોવણીની પણ વાતો વહેતી થઇ હતી.
સમગ્ર કચ્છમાં જ્યારે પોલિસ બેડમાં ઘરખમ ફેરફાયો થયા છે. અને કાયદો વ્યવસ્થા સાથે પોલિસના માથે કોરોના મહામારીની વિશેષ જવાબદારી છે. તે વચ્ચે પચ્છિમ કચ્છ પોલિસની આ જાહેર અપિલ ધણી સુચક છે ત્યારે આવા કિસ્સામાં પોલિસ સાથે લોકો પણ સતર્ક બને તે જરૂરી છે.