રાજસ્થાનથી કચ્છ આવી રહેલા દારૂના ટ્રોલરને પોલીસે પાટણ પાસેથી ઝડપી પાડ્યો છે છેલ્લા 3 સપ્તાહમાં આ ત્રીજી ઘટના છે જેમા કચ્છ આવી રહેલો કરોડો રૂપીયાનો નશાનો સામાન કચ્છ આવતો હોય, પહેલા રાજસ્થાન પોલિસે કચ્છ મોકલાઇ રહેલા એક કરોડના પોષ ડેડાનો જથ્થો ઝડપ્યો ત્યાર બાદ 35 લાખનો દારૂ, જો કે બન્નેઘટનામા હજુ સુધી કચ્છમાં માલ મંગાવનાર સુધી કચ્છ પોલિસ પહોચી શકી નથી તેવામાં ફરી રાજસ્થાનથી કચ્છ આવી રહેલા 57.40 લાખના શરાબ સાથે કચ્છ બોર્ડર રેન્જ RR સેલએ એક શખ્સની ધરપકડ કરી છે જો કે હજુ સુધીની તપાસમા કચ્છમાં ક્યાં માલ મોકલવાનો હતો તે સામે આવ્યુ નથી ગત મોડીરાત્રે વારાહી હાઇવે પરથી બોર્ડર રેન્જ એ કાર્યવાહી કરી હતી જેમા RJ 04 GA-9623 ટોલરમાંથી 1195 પેટી દારૂ ઝડપવા સાથે જાટ જલારામ નરસંગરામને ઝડપી પાડ્યો છે
કડક દારૂબંધીના અમલ વચ્ચે કરોડોનો માલ મંગાવનાર કોણ
રાજસ્થાન પોલિસની કાર્યવાહી પછી કડક દારૂબંધીના અમલ માટે એલ.સી.બી એ તાજેતરમાંજ ચિરઇ નજીકથી દારૂનો જથ્થો તો ઝડપ્યો ત્યાર બાદ ફરી આ જથ્થો ઝડપાયો, પરંતુ દારૂ મંગાવનાર બુટલેગર કોણ છે? તે પોલિસ શોધી શકી નથી, અને પોલિસના ડર વગર બુટલેગરો કચ્છમાં બેફામ નશાનો સામાન ધુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે એ હકિકત છે.