Home Crime ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્રની દાદાગીરી અંતે પોલિસ ચોપડે ચડી પોલિસ ફરીયાદ

ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્રની દાદાગીરી અંતે પોલિસ ચોપડે ચડી પોલિસ ફરીયાદ

9541
SHARE
કચ્છમાં જ્યારથી વિન્ડ એનર્જી કંપનીઓએ કામ શરૂ કર્યુ છે. ત્યારથી અનેક એવા મામલાઓ છે. જે સામે આવ્યા નથી. પરંતુ રાજકીય વગ હેઠળ કંપનીઓમાં કામ રાખવા ધાકધમકી કરી કામ મેળવવા અને આવા તો અનેક કિસ્સા આજે માંડવી-નખત્રાણા જેવા તાલુકાઓમાં ચર્ચામાં છે. ત્યારે તેમાં એક વધુ કિસ્સો ઉમેરાયો છે. અને તે પણ પોલિસ ચોપડે ફરીયાદના સ્વરૂપમાં જનરલી કંપની સામેની દાદાગીરી અને કંપનીઓની ગ્રામજનો પર જો હુકમીના આવા કિસ્સાઓ ભાગ્યેજ પોલિસ ચોપડે ચડતા હોય છે. પરંતુ વિન્ડ કંપનીઓમાં કામને લઇને ચર્ચામાં રહેતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્ર હરદિપસિંહ જાડેજા સામે અંતે સત્તાવાર રીતે ફરીયાદ નોંધાઇ છે. હરદિપસિંહ અને તેના બે માણસો સામે ફરીયાદ નોંધાતા જીલ્લા ભાજપના પ્રમુખના ભાઇના કિસ્સાની જેમ આ કિસ્સો પણ ચર્ચામાં આવ્યો છે.
બાકી નિકળતા પૈસા લેવા કંપનીના રૂમને તાળાબંધી
ભુજ-બી ડીવીઝન પોલિસ મથકે આ મામલે કચ્છની વિવાદીત વિન્ડ એનર્જી કંપની સિમેન્સ ગામેશાના સીક્યુરીટી મેનેજરે ધારાસભ્યના પુત્ર તથા તેના બે સાગરીતો સામે ગેરકાયદેસર પ્રવેશ સાથે ધાકધમકી આપવા મામલે ફરીયાદ નોંધી છે. જેમાં 22 તારીખે પ્રહલ્લાદ નામના શખ્સે પ્રવેશ કરી આશાપુરા ગ્રીન પાવર પ્રાઇવેટ લી. કંપનીના બાકી નિકળતા પેમેન્ટની માંગણી કરી હરદિપસિંહે મોકલ્યા હોવાનુ જણાવ્યુ હતુ. અને ત્યાર બાદ રકર્ડરૂમમાં તાળુ મારી ધાકધમકી કરી ત્યાથી નિકળી ગયા હતા. સમાધાનની પ્રક્રિયા પછી અંતે મામલો પોલિસ મથકે પહોચ્યો છે. અને ધારાસભ્યના પુત્ર સહિત 3 સામે ફરીયાદ નોંધાઇ છે.
આમતો કાયદો બધા માટે સમાન છે. પરંતુ આમ નાગરીકોને આવી ફરીયાદ થાય ત્યારે તેનો અહેસાસ ભાગ્યેજ થતો હોય છે. કચ્છમાં જે રીતે તાજેતરમાંજ જીલ્લા ભાજપ પ્રમુખના ભાઇ સામે ફરીયાદથી કચ્છનો રાજકીય માહોલ ગરમાયો હતો તેમ આ મામલાની પણ ચર્ચા છે કેમકે ધારાસભ્ય પુત્રો સામે માંડવી ગઢશીસામાં અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં આવી ફરીયાદો અનેક ઉઠી હતી પરંતુ અંતે કાયદાના રૂપમાં પ્રથમવાર આવો કિસ્સો પોલિસ ચોપડે નોંધાયો છે. કેમકે આવા મામલાઓ મોટાભાગે સમાધાનમાંજ પરિણમતા હોય છે.