કચ્છમાં પોલિસ અધિકારીઓ બદલતાની સાથે બુટલેગરોએ પણ જાણે મોટા દારૂની ખેંપ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે પુર્વ કચ્છ LCB એ આજે કચ્છમાં આવેલો લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB ની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે કકરવા ગામની સીમમાં પહોંચી હતી અને ટ્રકમાંથી નાના વાહનમાં દારૂનુ કટીંગ થઇ રહ્યુ હતુ ત્યારે જ ત્રાટકી હતી. જો કે આરોપીઓ અગાઉની બનેલા અનેક બનાવોની જેમ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પંરતુ 5 આરોપીના નામ તપાસમાં સામે આવ્યા છે જેની શોધખોળ પોલિસે શરૂ કરી છે. અને વધુ તપાસ માટે ભચાઉ પોલિસને મુદ્દામાલ સુપ્રત કરાયો છે. LCB ની રેડ દરમ્યાન અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલનો 15.04,300 નો કિંમતનો જથ્થો તથા હરિયાણા પાર્સીગના કન્ટેનર સહિત 2 વાહનો મળી કુલ 27,08,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે પોલિસ કાર્યવાહી દરમ્યાન (1)અરજણ કરશન કોલી(2)મનજી કરશન કોલી(3)હિતેષ કરશન કોલી તથા કન્ટેનર ટ્રકના ચાલક અને માલ મોકલનાર સહિત 5 શખ્સોની સંડોવણી ખુલ્લી છે. જેની વધુ ઉંડાણપુર્વકની તપાસ પોલિસે શરૂ કરી છે