Home Crime સુખપર હત્યાકેસમાં ચોંકવનારૂ સત્ય ખુલ્યુ પુત્રીએજ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી...

સુખપર હત્યાકેસમાં ચોંકવનારૂ સત્ય ખુલ્યુ પુત્રીએજ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી માતાની હત્યા કરી હતી

4926
SHARE
સમગ્ર કચ્છ અને ખાસ કરીને પટેલ ચૌવીસીમાં ચર્ચાસ્પદ બનેલા સુખપર મહિલાની હત્યાના કિસ્સામાં પોલિસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. અને મહિલાની હત્યા કરનાર બે યુવકોની ધરપકડ કરી છે. જો કે સૌથી ચોંકાવનારૂ સત્ય એ બહાર આવ્યુ છે. કે આ હત્યાની મુખ્ય સુત્રધાર અન્ય કોઇ નહી પરંતુ ખુદ મૃત્ક વિજયાબેન પ્રવીણભાઇ ભુડીયાની પુત્રી હતી. મૃત્ક વિજયાબેનની પુત્રી અને તેની પડોસમાંજ રહેતા સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઇ જોષી વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. પરંતુ વિજયાબેનને આ વાત પંસદ ન હતી જે બાબતે માતા તેની શગીર દિકરીને વાંરવાર ટોકતા હતા. જો કે આ બાબતે માતા આડખીલી રૂપ લાગતા શગીરાએજ તેની માતાની હત્યાનુ કાવત્રુ ધડ્યુ હતુ. અને તેના પ્રેમી સુનિલ તથા સુનિલના ભુજમાં રહેતા મિત્ર આનંદ જગદીશભાઇ સુથાર સાથે મળી હત્યા કરી નાંખી
શગીરાએ ફુલપ્રુફ પ્લાન ધડ્યો હતો.
પોતાના પ્રેમસંબધમાં આડખીલી રૂપ માતા સાથે શગીરાને અવારનવાર બોલવાનુ થતુ હતુ સાથે પરિવારના અન્ય વડિલો સાથે પણ એકાંત મેળવવા માટે શગીરા મનદુખ રાખતી 30 તારીખે સવારે શગીરાએ મોકો ગોતી તેના પ્રેમી તથા મિત્રને બોલાવ્યા હતા અને તિક્ષ્ણ હથિયારના ધા મારી મોતને ધાટ ઉતારી હતી. જો કે સ્થાનીક સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ યુવતીએ ધેનયુક્ત વસ્તુઓ પણ મંગાવી હતી. પરંતુ તેમાં સફળ ન રહેતા અંતે ધાતકી હત્યાને અંજામ આપ્યો હતો. પોલિસે આરોપી સુનિલ તથા આંનદની ધરપકડ કરી છે જ્યારે શગીરાની અટકાયત કરી જવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી શરૂ કરી છે. સાથે બન્ને યુવકોને સાથે રાખી પુરાવા એકઠા કરવા તપાસ તેજ કરી છે
એક સમયે પોલિસને મરણજનાર મહિલાના પતિ પર શંકા હતી અને પોલિસ એ દિશામાં તપાસ કરી હતી. પરંતુ ત્યાર બાદ ઉંડાણપુર્વકની તપાસ માટે વિવિધ ટીમ બનાવાઇ હતી. જેઓએ વૈજ્ઞાનીક ઢબે તથા અન્ય સુત્રોને કામે લગાડતા સત્ય સામે આવ્યુ હતુ હત્યાનો ભેદ ચોક્કસથી ઉકેલાઇ ગયો છે. પરંતુ આ કિસ્સો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે કેમકે નાજુક ઉંમરે પુત્ર-પુત્રી પર ચોક્કસ ધ્યાન ન આપતા માતા-પિતા અને સભ્ય સમાજે આ કિસ્સા પરથી બોધપાઠ લેવા જેવો છે જો કે પ્રેમમાં અંધ બનેલી શગીરાએ રચેલા હત્યાકેસમાં અનેક ચોંકવનારા સત્ય સામે આવ્યા છે પરંતુ કાયદાની મર્યાદા અને પત્રકાર ધર્મ માટે તે જાહેર કરી શકાય તેવા નથી