Home Crime માંડવીના જખણીયામાં હેવાન પિતાએ 3 પુત્રી અને પત્નીની હત્યા કરી ફરાર પચ્છિમ...

માંડવીના જખણીયામાં હેવાન પિતાએ 3 પુત્રી અને પત્નીની હત્યા કરી ફરાર પચ્છિમ કચ્છમાં 2 માસમાં 9 હત્યા

3186
SHARE
માંડવીના જખણીયા ગામે હેવાન બનેલા પિતાએ 3 પુત્રી અને પત્નીની નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં આ કિસ્સાની ચર્ચા છે. સંધાર પરિવારમાં સર્જાયેલી આ કરૂણાંતીકા અંગે હાલ પોલિસ તપાસ ચાલુ હોવાથી પોલિસે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ છે. પરંતુ પોલિસ તરફથી મળેલી પ્રાથમીક વિગતો મુજબ શિવજી ઉર્ફે જખુ પંચાણ સંધાર એ પહેલાા તેની પત્ની અને ત્યાર બાદ 3 પુત્રીની નિર્મમ હત્યા તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા કરી નાંખી હતી. બનાવની જાણ થતા પોલિસનો મોટો કાફલો ધટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરી રહી છે. બનાવ સ્થળ પરથી જરૂરી તપાસ પછી પોલિસે મૃત્દેહને હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડ્યા છે. હત્યાનુ ચોક્કસ કારણ આરોપી ઝડપાયા બાદ સામે આવશે પરંતુ કુદરતી સારીરક વિકાસમાં દિકરીઓને અવરોધ હત્યા પાછળનુ કારણ હોઇ શકે છે. જે મામલે પોલિસે તપાસ શરૂ કરી છે. આરોપી શિવજીએ તેની પત્ની ભાવના સંધાર પુત્રી તુપ્તિ,કિંજલ અને ધમિષ્ઠાની હત્યા કરી તે ફરાર થઇ ગયો છે. જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
પચ્છિમ કચ્છમાં 2 મહિનામાં 9 હત્યા
પચ્છિમ કચ્છ પોલિસ વિભાગ માટે ગંભીર કહી શકાય તેવા હત્યાના આંકડા 2 મહિનામાં સામે આવ્યા છે. કેમકે ઉપરાંઉપરી મર્ડરની બનેલી ઘટનામાં 2 મહિનામાંજ પચ્છિમ કચ્છમાં 9 હત્યા સામે આવી છે. જેમાં કુકમા ગામે દારૂના દુષણમાં હત્યા,સુખપર ગામે પુત્રીએ માતાની કરેલી હત્યા,લખપતમાં મહિલાની હત્યા બાદ દાટી દેવાયેલી લાશનો મામલો, માંડવીમાં વડોદરાના યુવાનની હત્યા,ભુજમાં ગઇકાલે એક માળીની હત્યા અને આજે એક સાથે 4 હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો આ ઉપરાંત અન્ય શરીર સંબધી ગુન્હાઓનો ગ્રાફ પણ ઉચ્ચો આવ્યો છે. જે પોલિસની કાયદો વ્યવસ્થાની સ્થિતીની સાથે ચર્ચા માંગી લે તેવો વિષય છે. અને પોલિસની કાર્યવાહી સામે સવાલો ઉભા કરી રહી છે.
પુર્વ-અને પચ્છિમ કચ્છમાં પાછલા પાંચ મહિનામાં હત્યાના આંકડાઓ ચોંકવનારા છે. એક તરફ પોલિસ કડક કાર્યવાહીના નિર્દેશ આપી રહી છે. પરંતુ બીજી તરફ ગુન્હાઓનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. કચ્છમાં પોલિસવડા અને રેન્જ આઇ.જી બદલ્યા બાદ ક્રાઇમનુ ચિત્ર પણ બદલાયુ છે. જેને નીચે લઇ જવાનો પડકાર ચોક્કસ પોલિસ વિભાગ માટે છે. જો કે જખણિયામાં બનેલી ધટનાથી સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઇ છે