Home Crime શુ હાઇવે ઓથોરીટીની બેદરકારીએ 3 ના જીવ ગયા? પલાસવા નજીક એસ.ટી-જીપ વચ્ચે...

શુ હાઇવે ઓથોરીટીની બેદરકારીએ 3 ના જીવ ગયા? પલાસવા નજીક એસ.ટી-જીપ વચ્ચે અકસ્માત

1584
SHARE
રાપર તાલુકાના પલાસવા નજીક જીપ અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો કાળનો કોળીયો બન્યા છે. પલાસવાથી સામખિયાળી તરફ જતી બસની સામે જીપ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં જીપ સવાર 3 જણનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. જ્યારે 7 લોકોને ઈજાઓ પહોંચતા સ્થાનિક તેમજ રાધનપુર અને ભચાઉ સારવાર માટે ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસ્સાર પંપ નજીક ગોલાઈ ઉપર સરકારી એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ઢળતી બપોરે સર્જાયો હતો.. ગાગોદરથી સામખિયાળી તરફ જતી એસ.ટી બસ વન-વે હાઇવે પર જતી હતી ત્યારેજ આડેસરથી જઇ રહેલ જીપની ટક્કર થઇ હતી જેમાં ભવાન દેવા દેવીપુજક, જેહા વેલા ભરવાડ અને ધવલ રમેશ ભરવાડનું ઉ.5 નુ મોત થયું હતું. અકસ્માતમાં 7 મુસાફરોને ઓછી વધુ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પીએસઆઈ વાય.કે. ગોહિલે જણાવ્યું હતું. તો હતભાગીઓના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે
તો હાઇવે ઓથોરીટી સામે પણ ફરીયાદ અંગે ચર્ચા
કચ્છથી બહાર જતા હાઇવે પર મોટા વાહોનોની ગેરકાયદેસર રીતે પાર્કીગ હોય કે પછી વાહનો બંધ થયા બાદ નિયમ મુજબ તેને દુર ન ખસેડવા મુદ્દે ભુતકાળમાં અનેક અકસ્માતો થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે બનેલા અકસ્માતમાં પણ એક સાઇડ કામ ચાલુ હોવા છંતા ડ્રાઇવર્ઝનનુ કોઇ સાઇન બોર્ડ લગાવાયુ ન હતુ અને પોલિસની પ્રાથમીક તપાસમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી પણ ક્યાક અકસ્માત માટે કારણભુત હોવાનુ પ્રાથમીક અનુમાન છે. ત્યારે અકસ્માત અંગે ફરીયાદ નોંધવા સાથે હાઇવે ઓથોરીટી સામે પણ કાર્યવાહી માટે પોલિસના ઉચ્ચ અધિકારીઓ મંથન કરી રહ્યા છે. અને જો યોગ્ય કામગીરી હાઇવે ઓથોરીટી દ્રારા નહી કરાઇ હોય તો પોલિસ તેમની સામે પણ ફરીયાદ નોંધી શકે છે. જો કે હાલ તો પોલિસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.