મીશીંગ ચાઇલડ મિશન બોર્ડરની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રાજ્યના ડી.જી.પીએ કચ્છ મુલાકાત સમયે ટકોરને જાણે ગંભીરતાથી લઇ પોલિસ કામ કરી રહી હોય તેમ કચ્છ જીલ્લા બે દિવસમાંજ 4 જેલ પેરોલ પર છુટી ફરાર થઇ ગયેલા આરોપીઓને પેરોલ ફર્લો સ્કોડ અને ભુજ એલ.સી.બીએ દબોચ્યા છે. આમતો આ લીસ્ટ મોટુ છે. પરંતુ હાલ ડી.જી.પી તાજેતરમાંજ કચ્છ મુલાકાતે આવી આ બાબતો પર ભાર મુકવા સુચન કરી ગયા છે ત્યારે પચ્છિમ કચ્છ પોલિસની વિવિધ ટુકડીઓએ આ બાબતને ગંભીર લઇ જામનગર અને પાલારા જેલમાંથી જામીન પર છુટી નાશી ગયેલા આરોપીને ઝડપી પાડ્યા છે.
ગઇકાલે એક અને આજે 3 ફરાર કેદી ઝડપાયા
ગઇકાલે રાજ્યના ડી.જી.પી જ્યારે કચ્છમાં વિવિધ મુદ્દાઓ પર સુચન અને ટકોર કરી રહ્યા હતા ત્યારેજ ભુજ પેરોલ-ફર્લો સ્કોડે પાલારા જેલમાંથી જામીન મેળવી ફરાર થઇ ગયેલા રાજેશ બચુ વાધેલા ને ભુજ શહેરમાંથી નાશી જવાની પરેવી કરતો હતો ત્યારેજ ઝડપી પાડ્યો હતો તો પેરોલ ફર્લો સ્કોડે બીજા દિવસે પણ ફરાર આરોપીની શોધખોળ જારી રાખી હતી અને 2 તારીખે પણ પાલારા જેલમાંથી જામીન પર છુટ્યા બાદ પરત ન ફરેલા સુખપર મફતનગરના કાનજી કાસમ કોલીને સુખપર ગામ નજીકથીજ ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ સપાટો બોલાવ્યો છે. અને એકજ દિવસમાં જામનગર જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર બે આરોપીને ભુજમાંથી ઝડપી પાડ્યા છે. જેમાં ભુજના ખાટકી ફળીયામાં રહેતા સલીમ મામદ સાટીને ઝડપી પાડ્યો હતો જામનગર જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તે પરત ફર્યો ન હતો તો બીજી તરફ મામઇ ઇસ્માઇલ સુમરાને પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજે ઝડપી પાડ્યો છે. તે પણ જામનગર જેલમાં હોઇ વચગાળાના જામીન મેળવ્યા બાદ હાજર થયો ન હતો. 4 એ જેલ પેરોલ ફરાર કેદીઓને વિવિધ પોલિસ મથકોએ આગળની કાર્યવાહી માટે સોંપાયા છે.
રાજ્યના ડી.જી.પીએ પત્રકાર પરિષદ દરમ્યાન ભુકંપ સમયથી ફરાર આરોપી સાથે જેલ બ્રેક અને જેલ પેરોલ પર છુટી ફરાર આરોપીને શોધવા પર ભાર મુક્યો હતો અને તેમની ટકોરના બે દિવસમાંજ પચ્છિમ કચ્છમાં 4 જેલ ફરાર કેદીઓ સામે કાર્યવાહી કરાઇ છે., ત્યારે આશા રાખીએ રાજ્યના ડી.જી.પીએ અન્ય મુદ્દાઓ પર કરેલા સોનીરી સુચનો પર પોલિસ આજ રીતે વર્કઆઉટ કરી કાર્યવાહી કરે….