Home Crime 3 ‘ગૌ’હત્યારાને ભુજ LCB એ પુર્યા પાસાના પાંજરે;2019 મા બળદ ચોરી બાદ...

3 ‘ગૌ’હત્યારાને ભુજ LCB એ પુર્યા પાસાના પાંજરે;2019 મા બળદ ચોરી બાદ ગૌ હત્યામા સંડોવણી ખુલી હતી

1311
SHARE
ભુજ LCB એ ગૌ હત્યાના જેમની સંડોવણી ખુલી હતી તેવા 3 વ્યક્તિ વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરી આજે પાસ હેઠળ ધરપકડ કરી રાજ્યની અલગ-અલગ જેલમા મોકલાયા છે (1)દાઉદ ઇબ્રાહીમ મોખા ઉં-19 રહે. નાના વરનોરા,(2) રમજાન ઉર્ફે પતુ ઉમર મમણ ઉં-21,રહે નાના વરનોરા તથા (3) સદ્દામ હારૂન ખલીફા ઉં-25 રહે,કાળી તલાવડી વાડાની સંડોવણી વર્ષ 2019 મા પધ્ધર પોલિસ મથકે નોંધાયેલ બળદ ચોરીમા ખુલી હતી કાલી તલાવડી અને કુકમા વિસ્તારમાંથી થયેલ બળદ ચોરીમા સંડોવણી ખુલ્યા બાદ તેમા તપાસ પછી ગૌ-હત્યાની કલમનો ઉમેરો કરવામા આવ્યો હતો અને 3 આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કર્યા બાદ પચ્છિમ કચ્છ પોલિસ દ્રારા 3 શખ્સો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરાઇ હતી જેની મંજુરી મળતા આજે 3 શખ્સોની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે દાઉદ મોખા ને અમદાવાદ મધ્યસ્થ જેલ,રમજાન મમણ ને વડોદરા મધ્યસ્થ જેલ જ્યારે સદ્દામ ખલીફાને લાજપોર જેલ સુરત મોકલવા તજવીજ હાથ ધરાઇ છે