Home Crime મુન્દ્રા પોલિસ મથકે ગઢવી યુવાન પર દમન ગુજારનાર 3 કોન્સ્ટેબલ સામે હત્યાની...

મુન્દ્રા પોલિસ મથકે ગઢવી યુવાન પર દમન ગુજારનાર 3 કોન્સ્ટેબલ સામે હત્યાની કલમો તળે ફરીયાદ

10542
SHARE
મુન્દ્રા પોલિસ મથકે ચોરીના ગુન્હામાં શંકાસ્પદ તરીકે લવાયેલા મુન્દ્રા તાલુકાના સામાધોધા ગામના અરજણ ગઢવીને પુછપરછ માટે લવાયા બાદ ગઇકાલે તેના શંકાસ્પદ મોત મામલે ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. ગઇકાલે સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જવાબદાર સામે કાર્યવાહીની માંગ પોલિસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરી હતી. પરિવાર અને સમાજના લોકોએ 8 દિવસ સુધી યુવકને ગોંધી રાખી તેને ઢોર માર મારી હત્યા કરી હોવાની ફરીયાદ કરી હતી. જે મામલે પોલિસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. જે મામલે મોડી રાત્રે પોલિસે 3 કોન્સ્ટેબલ સામે હત્યાની કલમો તળે ફરીયાદ નોંધી છે. શક્તિસિંહ ગોહિલ,અશોક કનાડ તથા જયદિપસિંહ અજીતસિંહ ઝાલા સામે વિવિધ કલમો તળે મુન્દ્રા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે.કચ્છ ચારણ સમાજના પ્રમુખ વી.કે.ગઢવીએ વિડીયો જાહેર કર્યો છે. અને તેમાં ફરીયાદની વિગતો સાથે મુન્દ્રા પોલિસ મથકના 3 કોન્સ્ટેબલો પોલિસની આડમાં કેટલાય લોકો પર આ રીતે અત્યાચાર કર્યો હોવાનો આરોપ મુક્યો છે. બનાવ અંગે પોલિસ અધિક્ષકે જણાવ્યુ હતુ. હાલ પરિવારની ફરીયાદ મુજબ 3 કોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધી છે. અને મૃત્દેહને જામનગર મોકલાયો છે. તેના રીપોર્ટ બાદ અન્ય કાર્યવાહી કરવામાં આવશે જો કે મુન્દ્રા પોલિસ મથકના વિવાદાસ્પદ પોલિસ કર્મચારી સામે ફરીયાદ નોંધાતા સમગ્ર પોલિસ બેડામાં આ ધટનાની ચર્ચા છે.