મુન્દ્રાના 3 યુવાનોને શંકાસ્પદ ચોરીના ગુન્હામાં પુછપરછ માટે બોલાવી તેને 8 દિવસ સુધી ગોંધી રાખી એક યુવાનની હત્યા નિપજાવા મામલે હવે પોલિસ કાર્યવાહી આગળ વધી છે. ગુન્હામાં સંડોવાયેલ 3 વ્યક્તિઓ સામે હત્યા સહિતની કલમો તળે ફરીયાદ નોંધી 6 પોલિસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા બાદ તપાસ ટીમે જે.એ.પઢીયાર તથા એક જી.આર.ડી જવાન વિરલ જોષીની ધરપકડ કરી છે. બન્ને પોલિસ અધિકારી કર્મચારીની પુછપરછ બાદ કાલે કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કરાશે પોલિસે ફરાર અન્ય ને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. જો કે કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલા ગઢવી યુવાનનો પી.એમ રીપોર્ટ હજુ નથી આવ્યો જેની રાહ જોવાઇ રહી છે. ચકચારી કિસ્સામાં પોલિસે તટસ્થ તપાસની ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી હતી ત્યારે પોલિસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને બેની ધરપકડ સાથે અન્ય સંડોવાયેલા પોલિસ કર્મચારીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અને 4 ટીમ બનાવી છે.