Home Crime ગાંધીધામના કોન્ટ્રાક્ટર પાસેથી 6 લાખની ખંડણીનો પ્લાન એ ડીવીઝન પોલિસે નિષ્ફળ બનાવ્યો;...

ગાંધીધામના કોન્ટ્રાક્ટર પાસેથી 6 લાખની ખંડણીનો પ્લાન એ ડીવીઝન પોલિસે નિષ્ફળ બનાવ્યો; 2 જબ્બે!

897
SHARE
ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતા જનાર્દન કૃષ્નન રાજુ પાસેથી 6 લાખની ખંડણી માંગવાનો બે શખ્સોએ પ્લાન તો બનાવ્યો હતો. પરંતુ ગાંધીધામ એ ડીવીઝન પોલિસે તેને નિષ્ફળ બનાવ્યો છે. જનાર્દન રાજુ કોન્ટ્રાક્ટરનુ કામ કરે છે. થોડા દિવસ પહેલા તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને તેના દિકરાને મારી નાંખવાનો ભય ઉભો કરી તેના બદલામાં 6 લાખ રૂપીયા ખંડણી પેટે આપવાની માંગણી કરી હતી. જો કે ફરીયાદીએ આ અંગે અંજાર વિસ્તારના નાયબ પોલિસ અધિક્ષકને આ અંગે ફરીયાદ કરતા ગાંધીધામ એ ડીવીઝન પોલિસે મામલાની તપાસ શરૂ કરી હતી. અને આજે આ ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સો તાજમામદ આમદ નિગામ,ઉંમર ખમીશા કટીયાની ધરપકડ કરી છે. ખંડણીના ગુન્હામાં ઝડપાયેલા શખ્સો પાસેથી છરી સહિતનો મુદ્દામાલ પણ પોલિસે કબ્જે કર્યો છે. પોલિસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. કે આરોપી ફરીયાદને જાણતા હતા અને તેથીજ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા મળી રહેશે તે જાણતા હોવાથી ફોન પર ધમકી આપી હતી. જો કે ફરીયાદીએ પોલિસનો સંપર્ક કરતા પોલિસે ગણતરીના સમયમાં બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. ગત થોડા મહિનામાં જ ગાંધીધામ વિસ્તારમાં આ પ્રકારે ખંડણી માંગવાના કિસ્સાઓ વધ્યા છે. અને તાજેતરમાંજ ગાંધીધામથી એક વેપારીનુ અપહરણ કરી લાખો રૂપીયા વસુલ કરી રાજસ્થાન છોડી દેવાયો હતો તેવામાં પોલિસે દર્શાવેલી સતર્કતાથી વધુ એક બનાવ બને તે પહેલા આરોપી પોલિસની ગીરફ્તમા આવી ગયા છે. એ ડીવીઝન પોલિસના પી.આઇ કે.પી.સાગઠીયા,પી.એસ.આઇ કે.એન.જેઠવા સહિતનો પોલિસ સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો