Home Crime પરિવાર બહાર ગયો અને મુન્દ્રામાં આખ્ખુ ઘર સળગી ગયુ! આગ લાગી કે...

પરિવાર બહાર ગયો અને મુન્દ્રામાં આખ્ખુ ઘર સળગી ગયુ! આગ લાગી કે લગાવાઇ? FSL પર મદાર

1795
SHARE
મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલી ખેતરપાડ સોસાયટીમાં નોકરી અર્થે આંધપ્રદેશથી કચ્છ આવી 8 વર્ષથી રહેતા સુધીર મેતાડના ઘરે ગઇકાલે મોડી રાત્રે આગ લાગતા સંપુર્ણ ઘરનો સામાન અને કબાટમાં રાખેલી કિંમતી વસ્તુ બળીને ખાખ થઇ ગઇ છે. સુધીર ઇશ્ર્વર મેતાડ ગઇકાલે હોસ્પિટલના કામથી ગાંધીધામ ગયો હતો જો કે સુધીરના પરિવારના સભ્ય જ્યારે રાત્રે ઘરે પહોચ્યા ત્યારે લોકો ખુલ્લો હતો અને ઘરમા પ્રવેશ કરતા ઘરનો તમામ સામાન સળગીને રાખ થઇ ગયો હતો. સુધીર મેતાડની ફરીયાદના આધારે મુન્દ્રા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી આગ-લાગી છે. કે લગાડાઇ તે સ્પષ્ટ થયુ નથી. ભોગ બનનાર પરિવારના જણાવ્યા મુજબ જ્યારે તેમના પરિવારના સભ્ય પહોચ્યા ત્યારે ઘરનુ લોક તુટેલુ હતુ અને આગ લાગતા ઘરમાં રહેલ કિંમતી સામાન કબાટમા રાખેલ 60,000 રોકડ તથા દાગીના મળી આવ્યા નથી. જેથી ચોરી કર્યા બાદ ઘરમા આગ લગાડાઇની શંકા છે. તો બીજી તરફ પોલિસે હજુ માત્ર જાણવાજોગ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણવા માટે મુન્દ્રા પોલિસે FSL ની મદદ માંગી છે. અને ત્યાર બાદ સ્પષ્ટ થશે કે ચોરી કર્યા બાદ આગ લગાવાઇ છે. કે પછી આગ લાગી છે. જો કે ફરીયાદીના જણાવ્યા મુજબ ઘરમાં રહેલો કિંમતી સામાન ગુમ છે. જો કે નવાઇ વચ્ચે આસપાસના લોકોને પણ આ ઘટનાની મોડી જાણ થઇ હતી પરંતુ સવારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.તપાસનીસ ટી.એચ.પટેલે જણાવ્યુ હતુ કે FSL રીપોર્ટ આવ્યા બાદ આગનુ કારણ સ્પષ્ટ થશે