પચ્છિમ કચ્છ પોલિસ માટે સમય સારો નથી ચાલી રહ્યો અને રોજ એક પછી એક ધટનાઓ એવી બની રહી છે. જેને લઇ પોલિસની કાર્યદક્ષતા પર સવાલો ઉભા થાય છેલ્લા 5 દિવસમાંજ પચ્છિમ કચ્છમાંથી 3 ગુન્હેગારો પોલિસને હાથતાડી આપી નાશી જવામાં સફળ રહ્યા છે. અલબત સચિનને બાદ કરતા તમામ ગુન્હેગારો પોલિસની નિષ્ક્રિયતા વચ્ચે ખુબ દુર સુધી પહોચી ગયા હતા. હજુ બાંગ્લાદેશી JIC માંથી ભાગી જવાના કેસમાં પોલિસે યોગ્ય કાર્યવાહી કે તપાસ પણ પુર્ણ કરી નથી ત્યા આજે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં ગળપાદરથી ચેકઅપ માટે લવાયેલો એક કેદી જાપ્તા પોલિસ સાથે ધર્ષણ કરી ભાગી જવામાં સફળ રહ્યો છે. જો કે ટુંક સમયમાંજ તે ભચાઉ નજીકથી પકડાઇ પણ ગયો પરંતુ ભુજથી સામખીયાળી અને ભચાઉ 90કિ.મી થી વધુનુ ડિસ્ટન્ટ છે. અને ભાગીને ત્યા સુધી પહોચી જવાનો અર્થ થાય છે. કે પોલિસ ક્યાક નિષ્ક્રીય છે. પુર્વ કચ્છની ગળપાદર જેલના એક કેદી જોબનસિંગ જાટને આજે ગળપાદર જેલથી પોલિસ જાપ્તામા તપાસણી માટે ભુજ મેન્ટલ હોસ્પિટલ લવાયો હતો. પરંતુ મોકોના લાભ લઇ આરોપીએ નાશવાનો પ્રયત્ન કર્યો હતો જેને અટકાવવા જતા એક પોલિસ કર્મચારી પર હોથડ પ્રદાર્થ વડે જોબનસિંગ એ હુમલો પણ કર્યો હતો અને ત્યાથી નાશી જવામાં સફળ રહ્યો હતો. જો કે ગણતરીની કલાકોમાં તે ભચાઉ નજીક પોલિસને હાથે લાગી ગયો છે. બનાવ સંદર્ભે આરોપી સામે ભુજ બી ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પરંતુ 5 દિવસમાંજ 3 ગુન્હેગારો ભાગી જવાના કિસ્સાથી પોલિસ સામે અનેક સવાલો ઉભા થયા છે. તો પોલિસે પણ આવા મામલે હવે ચિંતન કરવાની જરૂરી છે.