Home Crime રાપરના સણવા ગામે તસ્કરો ત્રાટક્યા; ગોગા મહારાજના મંદિરમાંથી 1.68 લાખની ચોરીથી દોડધામ

રાપરના સણવા ગામે તસ્કરો ત્રાટક્યા; ગોગા મહારાજના મંદિરમાંથી 1.68 લાખની ચોરીથી દોડધામ

969
SHARE
ગત વર્ષે કચ્છ પોલિસ માટે મંદિર ચોરીના ગુન્હાઓ માથાનો દુખાવો બન્યા હતા. અને કચ્છના વિવિધ વિસ્તારોમા મંદિરને નિશાન બનાવી ચોરોએ પોલિસને દોડતી રાખી હતી. જો કે ચોરી માટે શુ શિયાળો ઉનાળો તેમ રાપરના સણવા ગામે તસ્કરો ત્રાટક્યા હતા અને સણવા ગામના રબારી વાસમા આવેલ ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવી ચાંદીના વિવિધ આભુષણો અને ગોગા મહારાજની મુર્તીઓની ચોરી કરતા સમાજ અને ગ્રામજનોમા રોષ ફેલાયો છે. આ અંગે આડેસર પોલિસ મથકે ફરીયાદી સોમાભાઇ ખેંગાભાઇ રબારી ઉ.50 એ પોલિસ ફરીયાદ નોંધાવી છે. ચોરીની ધટના 20 તારીખથી 21 તારીખ વચ્ચે બની છે. જેમા કોઇ અજાણ્યા તસ્કરો સણવા ગામના રબારી વાસમા આવેલ ગોગા મહારાજના મંદિરનો દરવાજો રાત્રીના સમયે ખોલી મંદિરમા પ્રવેશ કરી છત્તર નંગ-2 1 કિ.મો નાના છત્તર નંગ 22,ગોગા મહામાજની ચાંદીની મુર્તી નંગ તથા ગોગા મહારાજના નાની મુર્તી નંગ-25,ચાંદીના પગલા,ધુમટ નંગ 3 એમ કુલ 1.68 500 ના મુદ્દામાલની ચોરી કરી નાશી ગયા હતા સવારે જાણ થતા સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ છે. બનાવ સદંર્ભે આડેસર પોલિસે ફરીયાદ નોંધી છે. જેની તપાસ વાય.કે.ગોહિલ કરી રહ્યા છે.