Home Crime ગાંધીધામથી અપહરણ કરાયેલું બાળક આંધ્રપ્રદેશથી મળ્યું : પોલીસની મહેનત રંગ...

ગાંધીધામથી અપહરણ કરાયેલું બાળક આંધ્રપ્રદેશથી મળ્યું : પોલીસની મહેનત રંગ લાવી

1337
SHARE
ગાંધીધામના રેલવે સ્ટેશન વિસ્તારના ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષના સંતાનને ગત 13 માર્ચની રાત્રે કોઈ ઉઠાવી ગયું હતું નિંદ્રાધીન માતા પિતાની ઉંઘ ઉડી ત્યારે પોતાનું સંતાન તથા મોબાઈલ ચોરાયાનું ધ્યાને આવતા ખુબ શોધખોળના અંતે પોલીસને જાણ કરી હતી આ સમગ્ર કિસ્સામાં પૂર્વ કચ્છ પોલીસે સી.સી.ટીવી કેમેરા સહિતની તપાસ કરી હતી એલ.સી.બી,એસ.ઓ.જી, સહિત અમદાવાદ અને ગાંધીધામ રેલવે પોલીસે હાથ ધરેલી તપાસના અંતે દશ દિવસ બાદ અપહરણ કરાયેલા માસુમને આંધ્રપ્રદેશના વિશાખાપટ્નમ ખાતેથી શોધીને ગરીબ પરિવારના માવતર સાથે મિલન કરાવ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં પોલીસની માનવીય સંવેદના અને સત્તત સક્રિયતા બાદ ચોરાયેલા મોબાઇલે આપેલી દિશાને આધારે તપાસને વેગ મળ્યો હતો.
ચોરાયેલો મોબાઈલ ઓન થતા પોલીસને મૂળ ઝારખંડના અને ગાંધીધામના ગણેશ નગરમાં રહેતા મોહમદ સદ્દામ મોહમદ સમસુર અંસારીનું પગેરું મળ્યું હતું સદ્દામની પૂછપરછમાં બાળકને ઉઠાવી જનાર સુબ્રમણિયમ સ્વામી ભચાઉથી વિશાખાપટનમ ટ્રેનમાં ગયો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે એ દિશામાં આદરેલી તપાસ બાદ સુબ્રમણિયમ અને અપહરણ કરાયેલા બાળકનો કબ્જો મેળવીને ગાંધીધામ લાવીને શ્રમજીવી પરિવારને તેનું બાળક સોંપ્યું ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા
આ સમગ્ર મામલામાં પૂર્વ કચ્છમાં પોલીસ વડા રહી ચૂકેલા અને હાલ અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવેમાં એસ.પી. તરીકે ફરજ બજવતાં પરિક્ષિતા રાઠોડ સહીત પૂર્વ કચ્છ પોલીસની મહેનત રંગ લાવી અને એક ગરીબ પરિવારનો વ્હાલસોયો પરત મળ્યો પોલીસની ફરજપરસ્તી અને માનવીય સંવેદનાને વંદન સહ અભિનંદન ….