આવક કરતા 1.22 કરોડની વધુ સંપતી મામલે ACB ની ઝંપટે ચડેલા રાપર પોલિસ મથકે ફરજ બજાવતા ASI પરિક્ષીતસિંહ જાડેજા ની આગોતરા જામીન અરજી ભચાઉ એડિશ્લન સેસન્સ જજ એમ.એફ ખત્રીએ રદ્દ કરી છે. માર્ચના બીજા સપ્તાહમાં પરિક્ષીતસિંહ પ્રભાતસિંહ જાડેજા સામે આવક કરતા વધુ સંપતિનો કેસ ACB પુર્વમાં નોંધાયો હતો. જો કે ધરપકડથી બચવા માટે પરિક્ષિતસિંહ જાડેજાએ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જે રદ્દ કરાઇ હતી. આગોતરા જામીન માટે ASI વત્તી દલીલો કરતા વકિલે જણાવ્યુ હતુ. કે વડિલો પાર્જીત જમીન વહેંચવાથી તેઓએ પૈસા મેળવ્યા છે. અને ખોટી રીતે તેમના વિરધ્ધ કાર્યવાહી કરાઇ છે. સાથે જામીન મેળવવા માટેના અનેક કારણો રજુ કર્યા હતા. જો કે સરકાર તરફી દલીદો કરતા ASI તથા તેના પરિવારના સભ્યોના નામે જે સંપતિ અને આવકના સ્ત્રોત દર્શાવાયા છે. તેના પુરતા પુરાવા નથી અને જામીન મળવાના સંજોગોમાં પુરાવાના નાશ સહિત તપાસને નુકશાન પહોંચી શકે હોય તેને આગોતરા જામીન ન આપવા તેવી દલિલો કરી હતી. જેને કોર્ટે ગાહ્ય રાખીને ASI પરિક્ષીતસિંહ જાડેજાના આગોતરા જામીન રદ્દ કર્યા હતા. જેથી હવે તેની ધરપકડ ટુંક સમયમાં થાય તેવી પુરી શક્યતા છે. તો ફરીયાદ દાખલ થઇ તે પહેલા પુર્વ તપાસ થઇ છે. જેથી ખોટી ફરીયાદનો કોઇ સવાલ નથી આવા અનેક થોકબંધ કારણો સાથે કોર્ટે ભુજમા રહેતા પરિક્ષીતસિંહ જાડેજાના આગોતરા જામીન રદ્દ કર્યા છે.