કચ્છના યુવાન તુષાર બુધ્ધભટ્ટીએ 18 કલાક 26 મીનીટમાં 1000 કિ.મી નું અંતર કાપી સ્થાપ્યો રેકોર્ડ

    1268
    SHARE
    કચ્છમાં અવનવુ કરી અનોખા રેકોર્ડ સ્થાપવાનો ક્રેઝ શરૂ થયો છે. કોઇ લોકસેવા કરીને તો કોઇ અનોખુ કાર્ય કરી વલ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયામાં સ્થાન મેળવી રહ્યા છે. જેનો શ્રેય કચ્છના યુવાન મિલન સોનીને જાય છે. તાજેતરમાંજ મહિલા દિવસે ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં અનાથ યુવતીઓએ ડાન્સ કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો હતો.તો કચ્છ ટ્રક ટાન્સપોર્ટ એસોસીયેશને પણ તાજેતરમાં 3000 ટ્રક ડ્રાઇવરોને 5 લાખ સુધીનો વિમા કવચ પુરો પાડવાનુ માનવતાવાદી કાર્ય કરી રેકોર્ડમાં સ્થાન પાપ્ત કર્યુ હતુ ત્યારે આજે કચ્છના વધુ એક યુવાને વલ્ડ રેકોર્ડ ઇન્ડીયામાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. બાઇક રાઇડીંગનો શોખ ધરાવતા ભુજના તુષાર બુધ્ધભટ્ટીએ 21 માર્ચના કચ્છના કોટેશ્ર્વરથી પોતાની બાઇક સફરની શરૂઆત કરી હતી. અને સિધ્ધી વિનાયક મંદિર ખાતે પુર્ણ કરી હતી. 1000 કિ.મીનુ આં અંતર તેને માત્ર 18 કલાક 26 મીનીટમાં પુર્ણ કર્યુ હતુ. ફાસ્ટેટ રોડ બાઇક રાઇડર બાય સ્પેશીયલ એબલ રાઇડરનો ખીતાબ તેને મેળવ્યો હતો. નેવીગેશન GPS નો ઉપયોગ લોકેશન માટે કરવામાં આવ્યો હતો. વલ્ડ રેકોર્ડ ઇન્ડીયાના પ્રતિનીધી ભુજમાં મિલન સોની અને દેવીયાની સોનીએ યુવાનને રેકોર્ડ અપર્ણ કર્યો હતો. કચ્છમાં અવનવા કાર્યો કરી અંદાજીત 18 જેટલા લોકોએ ઇન્ડીયા રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે. જે ગૌરવની વાત છે. જેમાં કચ્છી યુવાને કરેલા સાહસથી વધુ એક એવોર્ડ કચ્છના નામે થયો છે.