પાકિસ્તાનથી ગુજરાતના દરિયાઇ માર્ગે કરોડો રૂપીયાનો નશાનો સામાન હેરોઇન ધુસાડવાનુ કારસ્તાન કોસ્ટગાર્ડ અને ATS તથા દ્રારકા SOG એ સ્યુક્ત ઓપરેશનમાં નિષ્ફળ બનાવ્ય બાદ હવે વિવિધ એજન્સીઓ ડ્રગ્સકાંડના મુડીયા શોધવામાં વ્યસ્ત બની છે. જેમાં ગુજરાત ATS સહિત વિવિધ ગુપ્તચર એજન્સી અને પચ્છિમ કચ્છ પોલિસની સ્પેશીયલ બ્રાન્ચ પણ જોડાઇ છે. ગઇકાલે ભારતીય જળસીમાંથી 1 બોટ તથા 30 કિ.લો હેરોઇનનો જથ્થા સાથેની બોટ ઝડપ્યા બાદ તમામને કોસ્ટગાર્ડ જખૌ કચેરી ખાતે લવાયા બાદ તમામ 8 પાકિસ્તાની ધુસણખોર સામે ATS માં ગુન્હો નોંધાયો હતો. અને તમામને ભુજની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરાયા હતા. તપાસ એજન્સી દ્રારા 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી જેમાં તપાસની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે તમામ હ પાકિસ્તાની ધુસણખોરના 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ઇબ્રાહીમ હૈદરી બંદર નજીકના દરિયા કિનારેથી આ જથ્થો લઇ તેઓ નિકળ્યા હતા. અને ગુજરાતમાં આ જથ્થો ઉતારવાનો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. પરંતુ તેના કનેકશન કેટલા ઉંડા છે તેની પુછપરછ માટે રીમાન્ડ મેળવાયા હતા જો કે ગઇકાલે કોસ્ટગાર્ડે મોકેલલ સત્તાવાર પ્રેસનોટમાં ડ્રગ્સની કિંમત 300 કરોડ દર્શાવાઇ હતી જ્યારે આજે મિડીયાને માહિતી આપતા સરકારી વકિલ ડ્રગ્સની કિંમત 150 કરોડ જણાવાઇ હતી
‘હાજી’ કોર્ડવર્ડ કે પછી ડીલેવરી લેવાનો હતો?
સંપુર્ણ ઓપરેશન સફળતા પુર્વક પુર્ણ કર્યા બાદ તપાસનીસ વિવિધ એજન્સીઓએ કેટલીક મહત્વની માહિતી તો મળી છે. પરંતુ હજુ તપાસમા ધણા મુદ્દાઓ છે. જેની વિગતો મેળવવાની બાકી છે. આ જથ્થો ક્યા ઉતારવાનો હતો તે તો સામે આવ્યુ નથી પરંતુ કચ્છ અથવા ગુજરાતના કોઇ દરિયે આ જથ્થો ઉતારવાનો હોવાનુ અનુમાન છે. 8 પાકિસ્તાની ધુસણખોરની પુછપરછમાં તેઓ કોઇ હાજી નામના વ્યક્તિનુ નામ આપી રહ્યા છે. શુ હાજી કોઇ વ્યક્તિ છે. જે ડિલેવરી લેવા આવવાનો હતો કે પછી ડ્રગ્સના આ કિસ્સામાં હાજી નામનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો તે જાણવુ જરૂરી છે. કરાચીના રહેવાસી તમામ 8 પાકિસ્તાનીઓને ડ્રગ્સનો જથ્થો કોણે આપ્યો અહી કોને આપવાનુ હતુ. અને શુ કોઇ આંતકી સંગઠન કે પછી ડ્રગ્સ માફીયા સાથે આ ધુસણખોરોનો સંપર્ક છે. કે નહી તે તપાસ માટે ખુબ મહત્વનુ છે. જેની તપાસ માટે 12 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા હવે વિવિધ એજન્સીઓ લોકેસન સહિત મળેલી પ્રાથમીક માહિતીના આધારે તપાસ કરશે સરકાર તરફે કલ્પેશ ગોસ્વીમીએ રીમાન્ડના મુદ્દાઓ રજુ કરી કેસની ગંભીરતાના આધારે 12 દિવસના રીમાન્ડ ભુજ સ્પેશીયલ કોર્ટમાંથી મેળવ્યા હતા
બોટમાંથી મુર્તજા યામીન સિંધી, યામીન ઉંમર સિંધી,મુસ્તફા યામીન સિંધી,નસઉલ્લાહ યામીન સિંધી,હુસેન ઇબ્રાહીમ સિંધી,સાલેમામ અબ્દુલા સિંધી, મહમંદ યાસીન મલ્લા, અને રફીક આમદ મલ્લા ઝડપાયા હતા જે તમામ કરાચીના રહેવાસી છે. ત્યારે કેરીયર થઇને આવેલા 8 શખ્સોના મુળ કેટલા ઉંડા છે. અને ભારતમાં આવેલા આ જથ્થો ક્યા ઉતારવાનો હતો અને કોની કોની મદદદથી તે તમામ તપાસ એજન્સીઓ રીમાન્ડ દરમ્યાન કરશે તો કચ્છમાં અવાર-નવાર ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે તેની પાછળ ક્યા મોટા ડ્રગ્સ માફીયાનો હાથ છે. તે પણ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ માટે મહત્વનો રહેશે