મહિલા સશક્તિ કરણ અને સુરક્ષા સહિતની કામગીરી માટે ઉભી કરાયેલી વિરાંગના સ્કોડે આજે ખરેખર બહાદુરી બતાવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માસ્ક જાગૃતિ અંગેની ડ્રાઇવ માટે વિરાગંના સ્કોડ આજે લખુરાઇ ચાર રસ્તા પાસે ઉભી હતી અને લોકોને માસ્ક પહેરવા અંગે જાગૃત કરવા સાથે દંડની કાર્યવાહી કરી હતી ત્યારેજ ત્યાથી એક ટેમ્પો GJ-12-VV-1480 પસાર થતા માસ્ક ન પહેરવા અંગે વિરાગંના સ્કોડે તેનો રોકી માસ્ક પહેરવા સાથે દંડની વાત કરી અને બસ યુવાન ધબરાઇ ગયો અને નાશવાનો પ્રયત્ન કર્યો અને શંકા જતા યુવાનને અટકાવી ટેમ્પોની તપાસ કરવામાં આવી બસ પછી અસલી ખેલ ખુલો પડી ગયો અને બગળી ગયેલા શાકભાજીની આડમાં લઇ જવાનો ગ્રેવીટી ગ્રીન એપલ વોડકાની હેરફેરનુ કારસ્તાન ખુલ્લુ પડી ગયુ ઝડપાયેલો દિક્ષીત વિનયાભાઇ સોની ઉં.27 જુના સ્વામીનારાયણ મંદિર માંડવી ખાતે રહે છે. પુઠા તથા અન્ય વસ્તુઓની આડમાં આ દારૂની હેરફેર કરાઇ રહી હોવાનુ ખુલ્યુ વિરાંગના સ્કોડ દ્રારા બી-ડીવીઝન પોલિસ મથકે તમામ મુદ્દામાલ લઇ જવાતા પોલિસે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મહિલા વિરાંગના સ્કોડ દ્રારા કરાયેલી કાર્યવાહીને ખુદ જીલ્લા પોલિસવડાએ બીરદાવી હતી. 2.37 લાખનો મુદ્દામાલ દિક્ષીત પાસેથી જપ્ત કરી પોલિસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. વિરાંગના સ્કોડની કાર્યવાહીમાં સીતલબેન નાઇ,જશોદાબેન ધ્રાંગી,રશીલાબેન શાહુ,ગાયત્રીબેન બારોટ જયશ્રીબેન સાધુ,ભાવનાબેન બરાડીયા,તથા સોનલબેન ચૌધરી જોડાયા હતા