Home Crime ભચાઉની ગુમ વૃધ્ધાની હત્યા થયુ હોવાનુ ખુલ્યુ ! CCTV તપાસી પગેરૂ મેળવવા...

ભચાઉની ગુમ વૃધ્ધાની હત્યા થયુ હોવાનુ ખુલ્યુ ! CCTV તપાસી પગેરૂ મેળવવા દોડધામ

3166
SHARE
ભચાઉના રહેણાકી માંડવીવાસ વિસ્તારમાંથી શુક્રવારે ગુમ થયેલ મહિલાનો મૃત્દેહ ભચાઉ નજીકથીજ મળી આવ્યો છે. અને વૃધ્ધની હત્યા થઇ હોવાનુ સ્પષ્ટ થયુ છે. જો કે પી.એણ રીપોર્ટ બાદ મહિલાની હત્યા કઇ રીતે કરાઇ તે સ્પષ્ટ થશે શુક્રવારે રાત્રે એકલા રહેતા વૃધ્ધ મહિલાજ જેઠીબેન અણદા ગાલા ઘરેથી ગુમ થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસે કાઇક અજુગતુ થયુ હોવાની દિશામાં તપાસ આરંભી હતી દરમ્યાન આજે બટીયા વિસ્તાર નજીકની એક બંધ દુકાનમાંથી વૃધ્ધાનો બંધ બેગમાં મૃત્દેહ મળી આવ્યો હતો મહિલાના મૃત્દેહનો પી.એમ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. જો કે ભચાઉ પી.આઇએ હત્યા થઇ હોવાનુ પ્રાથમીક રીતે સ્પષ્ટ હોવાનુ જણાવ્યુ હતુ. સાથે સી.સી.ટી.વી સહિતની તપાસ કરી આરોપી સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા હોવાનુ જણાવ્યુ છે. ઘરમાંથી કોઇ વસ્તુ ગઇ ન હોવાથી લુંટના ઇરાદે હત્યાની શંકા નથી તેવામાં સી.સી.ટી.વીમાં દેખાતા શખ્સનુ પગેરૂ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના ભરચક રહેણાકી વિસ્તારમાં એકલી રહેતી વૃધ્ધના ગુમ થવા પર સમાજ સહિત શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિઓએ પોલીસને સુરક્ષા મજબુત કરી તપાસ માટે માંગ કરી હતી. જો કે હવે તેનો મૃત્દેહ તો મળી આવ્યો છે. અને હત્યા થઇ હોવાનુ પણ પ્રથમ દ્રષ્ટ્રીએ સ્પષ્ટ લાગી રહ્યુ છે. તેવામાં વૃધ્ધના મોતનુ ચોક્કસ કારણ શુ આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે મૃત્ક જેઠીબેનનો પરિવાર વર્ષોથી મુંબઇ સ્થાયી થયો છે. ભચાઉમાં અવારનવાર એકલવાયુ રહેતા પરિવારની ચિંતા સમાજે વ્યક્ત કરી છે. બનાવની જાણ થતા વૃધ્ધના પરિજનો પણ ભચાઉ દોડી આવ્યા હતા અને સમાજના આગેવાનોએ પણ ઝડપી તપાસ માટે પોલીસ સમક્ષ માંગ કરી હતી.