Home Crime ભચાઉની એ વૃધ્ધાની હત્યાનુ કારણ ચોંકવનારૂ સાથે રહેવા પ્લાન બનાવી વૃધ્ધાની હત્યા...

ભચાઉની એ વૃધ્ધાની હત્યાનુ કારણ ચોંકવનારૂ સાથે રહેવા પ્લાન બનાવી વૃધ્ધાની હત્યા કરી !

7833
SHARE
ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલી રહેતી વૃધ્ધના ભેદી રીતે ગુમ થવાનો મામલે ગઇકાલે તેનો મૃત્દેહ મળ્યા બાદ આજે હત્યા કરનાર બે વ્યક્તિને પોલીસે શોધી લીધા છે. મહિલાની ઠંડા કલેજે હત્યા કરી નાંખનાર ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે. અને તેઓએ જ હત્યા કરી હોવાની કબુલાત કરી છે.જો કે હત્યાનુ કારણ જાણી તમે ચોંકી જશો કેમકે હત્યાનુ આખુ કાવત્રુ કોઇ થ્રીલર વેબસીરીઝ કરતા ઓછુ ઉતરે તેવુ નથી પરંતુ સમગ્ર કિસ્સો સમાજને વિચારતો કરી દે તેવો છે. આખા કિસ્સાની વિસ્તારથી વાત કરીએ તો ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેન આંણદજી ગાલા શુક્રવારે અચાનક ગુમ થઇ જાય છે.પડોસમાં રહેતા ધરમસી સતરા આ અંગે પોલીસને જાણ કરે છે અને ત્યારથીજ પોલીસ અજુગતુ થયુ હોવાની દિશામાં તપાસ શરૂ કરી દે છે. સમાજના આગેવાનો અને સ્થાનીક લોકો પોલીસને ઝડપી તપાસ કરવાની માંગ કરે છે.અને તે દરમ્યાન જ વૃધ્ધના ઘર નજીકના સી.સી.ટી.વીમાં શંકાસ્પદ ગતીવીધી દેખાય છે જેથી પોલીસે ગંભીર રીતે મામલો ઉકેલવા ચક્રો ગતિમાન કરે છે. શનિવારે 80 વર્ષીય વૃધ્ધાની લાશ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાં મળી આવી હતી જે ઓળખ થયા બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર એક યુવક-યુવતીને પકડી પાડ્યા છે ભચાઉના વોંધડા ગામના એક યુવક-યુવતી કૌટુંબીક સંબધી થાય છે. અને તેણેજ વૃધ્ધાની હત્યા કર્યાની કબુલાત કરી છે. આજે પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા-સાગર બાગમાર આ અંગે પત્રકાર પરિષદ યોજી સીલસીલા બંધ વિગતો જાહેર કરી હતી.
આ રીતે બનાવ્યો હત્યાનો પ્લાન
હત્યા કરનાર યુવક-..યુવતી પકડાઇ તો ગયા પરંતુ હત્યાનુ કારણ ચોંકવનારૂ છે. પકડાયેલ યુવક રાજુ ગણેશ છાંગા તથા રાધીકા વેરશી છાંગા કૌટુબીંક સગા થાય છે પરંતુ બન્ને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ ભાગી જાય તો પરિવાર શોધી લે જેથી યુવક-યુવતીએ સાથે મળી યુવતી મરી જાય તેવુ સાબિત કરવા પ્લાન કર્યો અને ભચાઉના માંડવી વિસ્તારમાં જેઠીબેન એકલા રહે છે જેથી તેની લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો પરંતુ જે દુકાનમાં લાશ રાખી હતી ત્યાની ખબર પોલીસને પડતા આખો પ્લાન ફેલ થઇ ગયો હતો પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે. જો કે ફિલ્મી સ્ટોરી જેવી આ મર્ડર મિસ્ટ્રી અહી પુર્ણ થતી નથી પ્રેમને પામવા માટે વૃધ્ધાની હત્યા પહેલા પણ યુગલે એક પ્લાન બનાવ્યો હતો જેમાં સામખીયાળી નજીક એક કબ્રસ્તાનમાંથી હાડકા એકત્ર કરવાનો પ્રયત્ન કરી તે યુવતીના હોવાનો દર્શાવવા માટે પ્રયત્ન કરાયો હતો જેથી કૌટુબીંક સંબધી યુવતીને મૃત જાહેર કરી બન્ને ભાગી શકે
CCTV મહત્વની કડી
પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા તરીકે સાગર બાગમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ સતત લોક ભાગીદારીથી સી.સી.ટી.વી સર્વેલન્સ વધારવા માટે સક્રિય છે. આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સી.સી.ટી.વી ખુબ મદદરૂપ રહ્યા પહેલા મૃત્ક વૃધ્ધાના ઘર નજીક લાગેલા જાગૃત નાગરીકના સી.સી.ટી.વીમાં આખી ઘટના કેદ થઇ અને ત્યાર બાદ પોલીસે તપાસ દરમ્યાન 2200 કલાકના 170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ ચેક કર્યા હતા. અને 10 ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો ગઇકાલે પણ પોલીસે રાપર-ભચાઉમાં લોકભાગીદારીથી અલગ-અલગ સી.સી.ટી.વી લગાવી સર્વેલન્સ મજબુત કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો હતો હત્યા પહેલા યુવક-યુવતીએ રેકી કરી આખો પ્લાન બનાવ્યો હતો
પોલીસવડાનો અભીગમ સરાહનીય
પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડાને ચાર્જ સંભાળ્યા બાદ ડ્રગ્સ નાબુદી સાથે કાયદો-વ્યવસ્થા મજબુત કરવા માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. તો પોલીસનો મોરલ ઉંચુ આવે તે માટે પણ પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજે હત્યાનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમને પોલીસવડાએ ઇનામ જાહેર કરી પ્રોત્સાહીત કર્યા હતા સાથે સી.સી.ટી.વી કેમેરા લગાવનાર જાગૃત નાગરીકને પણ પોલીસે ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા જેથી પોલીસ-પ્રજા વચ્ચે સંકલન વધુ મજબુત બને
જૈન સમાજની મહિલાના મોતને કારણે સમગ્ર કચ્છ સહિત મુંબઇમાં પણ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા જો કે પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીના આરોપી તો પકડાઇ ગયા છે.પરંતુ હત્યાનુ કારણ ચોંકવનારૂ છે. સમાજના ડરે લગ્ન ન કરી શકનાર કૌટુબીંક સંબધીએ સાથે રહેવા પ્લાન તો બનાવ્યો પરંતુ તેમાં એક વૃધ્ધાને જીવ ગુમનાવવાનો વારો આવ્યો છે