રાજકીય નેતાઓ પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ એ કોઇ નવી વાત નથી. અનેકવાર કચ્છના બહુચર્ચીત પ્રકરણ,ખનીજ ચોરી તથા જમીનોના કેસમાં પડદા પાછળ નેતાઓના નામ ઉછળ્યા હોય તેવા બનાવો બન્યા જ છે. અને તે વચ્ચે હાલ કચ્છમાં અંજારના કેટલાક ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરતો વિડીયો હાલ સોસીયલ મીડિયામા ખુબ વાયરલ થઇ રહ્યો છે. આમતો અન્યની જેમ રતનાલ ગામના બચુભાઇ છાંગાએ પણ આવાજ પ્રકારના ભષ્ટ્રાચારના આક્ષેપ કર્યા છે. પરંતુ મુળ અને અગત્યની વાત એ છે કે તેઓ પુર્વ ધારાસભ્ય અને મંત્રી વાસણ આહિર તથા વર્તમાન ધારાસભ્ય ત્રિક્રમ છાંગાના ગામના છે. હવે વિચારો કે જ્યા બે મોટા નેતાઓના ગામના વ્યક્તિની વાત સાંભળવા કોઇ તૈયાર નથી તેવા આક્ષેપો થાય તો શુ સમજવુ…પાછુ વીડિયોમાં બચુભાઇ પોતે વર્તમાન ધારાસભ્યના ભાઇ હોવાનુ પણ કહે છે. વિડીયોમાં બચુભાઇનો ખુલ્લો આક્ષેપ અંજારના ભાજપના સૌથી સિનીયર નેતા ભરત શાહ સામે છે. અને જોગાનુજોગ ભરત શાાહ વાસણ આહિરના નજીકના ગણાય છે અને ત્રિક્રમ છાંગાના ભાઇ હોવાનુ કહેનાર બચુભાઇનો વીડિયો વાયરલ થતા રાજકીય પાર્ટીઓમાં ફરી વાસણભાઇ અને ત્રિક્રમભાઇ વચ્ચે કાઇ બગડ્યુ હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. જો કે તેમાં સત્યતા કેટલી તે તો ખબર નથી પરંતુ બચુભાઇના વીડિયો પછી રાજકીય પાર્ટીમા આ કિસ્સાની ભારે ચર્ચા જોવા મળી રહી છે બચુભાઇના આક્ષેપ મુજબ ભાજપના નેતા ખાસ કરીને ભરત શાહ તથા પકંજ કોઠારી દ્રારા કિંમતી ગૌચર જમીન સહિત દબાણ અને કૌભાડ કરાયુ છે અને તેની સામે અરજી કરવા માટે જાય છે તો કોઇ સાંભળતુ નથી જે આક્ષેપો સાંભળી સામાન્ય નાગરીકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે જ્યા મંત્રી-ધારાસભ્યના ગામના અને તેમના સંબધીનુ સાંભળવા કોઇ તૈયાર નથી તેવામા સામાન્ય નાગરીકોની વાત સંભળાતી હશે? ખેર આ તો આક્ષેપ-પ્રતિઆક્ષેપ હોઇ શકે અને તેની સત્યતા તપાસ માંગી લે તેવો વિષય છે પરંતુ હાલ દેશી ભાષામાં બચુભાઇ છાંગાએ કરેલા આક્ષેપોનો વીડિયો સોસીયલ મીડિયા અને માધ્યમોમાં છવાયેલો છે. અને અનેક રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. તમે આ વીડિયો સાંભળ્યો કે નહી……