મુન્દ્રા વિસ્તારમાં તાજેતરમાંજ પ્રાગપર નજીક એક ખાનગી કન્ટેનર સ્ટેશનમાં આગ લાગવાની ધટના બની હતી અને મુન્દ્રા અદાણી ફાયર તથા ખાનગી કંપનીના ફાયરે કાબીલેદાદ કામગીરી કરી આગ પર ઝડપી કાબુ મેળવ્યો હતો જો કે મુન્દ્રામાં બીજા દિવસે પણ આગ લાગવાની ધટના બની હતી પણ કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાંખે તેમ અદાણી ફાયર વિભાગે આગને કારણે મુશ્કેલીમા મુકાયેલી 9 જીદંગી બચાવી લીધી હતી ફાયર વિભાગ તથા તમાના સહયારા પ્રયાસથી 9 જીદંગી મોતના મુખમાથી બચી હતી. મુન્દ્રા ઝીરો પોઇન્ટ નજીક રાત્રે 7 તારીખે 3 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. સોટસર્કીટને કારણે લાગેલી આગ થોડીવારમાં જ પ્રસરી હતી. આગનો બનાવ કશિશ આર્કેડ બિલ્ડીંગમાં બન્યો હતો જ્યા આસપાસ કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. રાત્રે આગ લાગવાની જાણ થતા મુન્દ્રા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી થોડીવારમાં આગ પ્રસરતા બિલ્ડીગમાં રહેતા 9 વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાયા હતા તાત્કાલીક ફાયર તથા પોલીસ સહિતના તંત્રએ સીડી વડે બિલ્ડીગમાં રહેતા 7 યુવાનોને હેમખેમ ઉતાર્યા હતા. સાથે આગ પર કાબુ મેળવવા પણ પ્રયત્નો ચાલુ હતા દરમ્યાન એકજ પરિવારના અન્ય બે સભ્યો પણ ફસાયા હોવાની માહિતી સામે આવતા ફાયર વિભાગે તેમની પણ ઉગારી લીધા હતા પી.જી.વી.સી.એલને જાણ કરાતા તેઓએ પાવર સ્પલાય બંધ કરી મદદ કરી હતી. આગ બિલ્ડીંગની બહાર નિકળવા અને જવાના સ્થળ પરજ લાગી હતી જેથી બારીમાંથી નિરસણી વડે 7 લોકોને ફાયર વિભાગ દ્રારા બચાવાયા હતા. ફાયર દ્રારા 9 KG ડ્રાય કેમિકલ પાવડર,અગ્નિશામક અને 02 4.5 KG કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક નો ઉપયોગ કરી આગને કાબૂમાં લાવવામાં આવી હતી તેમ છતાં ધુમાડો અને આગ સંપુર્ણ કાબુમાં આવી ન હતી. પી.જી.વી.સી.એલ એ વિદ્યુત પુરવઠો બંધ કર્યા બાદ પાણી છાંટી આગ પર સંપુર્ણ કાબુ મેળવાયો હતો. પાવર સપ્લાયના બોર્ડમાં સોટસર્કીટ થવાથી આગ લાગી હોવાનુ અનુમાન છે. પરંતુ મુશ્કેલ સ્થિતીમાં જો તંત્ર તથા ફાયરે થોડુ મોડુ કર્યુ હોત તો 9 લોકોના જીવ માટે મોટુ જોખમ ઉભુ થયુ હતુ. જો કે હવે ફાયરના નિયમો વગર ઉભેલી આવી બિલ્ડીંગોમાં ચોક્કસ નિયમોના પાલન માટે કાર્યવાહી થાય તે પણ એટલુ જ જરૂરી છે.