Home Crime વિચારો આ દારૂ ન પકડાયો હોત તો….પુર્વ કચ્છ પોલીસે અધધધ.. 2 કરોડથી...

વિચારો આ દારૂ ન પકડાયો હોત તો….પુર્વ કચ્છ પોલીસે અધધધ.. 2 કરોડથી વધુનો દારૂ નાશ કર્યો

1240
SHARE
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો ભલે થતી હોય પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. અને તેના પુરાવાઓ આપતી અનેક ધટનાઓ સંમયાતરે બને છે અને પોલીસ તથા સરકાર સામે આ મામલે સવાલો પણ ઉઠે છે. જો કે આજે વાત સ્થાનીક કચ્છની કરવી છે. કચ્છમાં પણ દર વર્ષે કરોડો રૂપીયાનો દારૂ ઠલવાય છે. અને ક્યાક પકડાઇ પણ જાય છે. હવે જરા વિચારો કે આજે પોલીસ દ્રારા નાશ કરાયેલ દારૂ જો ન પકડાયો હોય તો કેટલાયની જીદગી બરબાદ થઇ ગઇ હોત….વિગતે વાત કરીએ તો પુર્વ કચ્છમાં લાખો રૂપીયાનો દારૂ ધુસાડ્યાના કિસ્સાઓથી તમે વાકેફ જ હશો પરંતુ આજે આ પકડાયેલ દારૂનો નાશ કરાયો હતો. પુર્વ કચ્છન પોલીસ વિભાગના અંજાર,ગાંધીધામ એ-બી આદિપુર અને દુધઇ પોલીસની હદ્દમા પકડાયેલ દારૂનો આજે શિણાયના સિમાડે નાશ કરાયો હતો અને અધધ….2.30 કરોડનો દારૂનો નાશ આજે કરાયો હતો જેમાં સૌથી વધુ દારૂ અંજારમાં પકડાયો હતો જ્યારે સૌથી ઓછો આદિપુર પોલીસ મથકેથી પકડાયો હતો. જેમાં અંજાર ૯૨,૯૯,૮૬૪/-,ગાંધીધામ એ ડિવિઝન ૨૬,૦૯,૧૩૩/-,ગાંધીધામ બી ડિવિઝન ૮૯,૪૫,૯૦૦/-,આદિપુર ૦૭,૦૧,૧૮૦/-દુધઇ ૧૫,૦૨,૮૬૫/- નો સમાવેશ થાય છે. આમ કુલ ૦૨,૩૦,૫૮,૯૪૨/- દારૂ નો નાશ કરવામા આવ્યો હતો. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ કામગીરીમા જોડાયા હતા. એક સાથે બે કરોડથી વધુની કિંમતનો દારૂનો નાશ કરાતા શિણાયના સીમાડામા જાણે દારૂની નદીઓ વહી નિકળી હતી. આમતો આ કામગીરી ના બે પાસા છે. એક તો જો પોલીસની કડક કાર્યવાહી હોત તો કદાચ આટલો દારૂ લાવવાની કોઇ હિંમત જ ન કરત અને બીજી કે પોલીસની કામગીરી કે જેઓએ કદાચ આ દારૂ ન પકડ્યો હોત તો કદાચ પ્યાસીઓ 2 કરોડથી વધુનુ દારૂ પી ગયા હોત…..ત્યારે હવે આશા રાખીએ કે પોલીસ એટલી સતર્ક રહે કે કચ્છ સુધી આટલો દારૂ પહોંચેજ નહી…