Home Crime Kutch:ચક્કાજામ-પથ્થરમારો કરી અરાજકતા સર્જનાર 100 થી વધુના ટોળા સામે ફરીયાદ !જુવો વિડીયો

Kutch:ચક્કાજામ-પથ્થરમારો કરી અરાજકતા સર્જનાર 100 થી વધુના ટોળા સામે ફરીયાદ !જુવો વિડીયો

1955
SHARE
કેન્દ્ર સરકારે તાજેતરમાંજ અકસ્માત કાયદામાં ફેરફાર કર્યા બાદ માલવાહન મોટા વાહન ચાલકો માં ભારે નારજગી જોવા મળી રહી છે. ત્યારે આજે કચ્છના પ્રવેશદદ્રાર એવા સામખીયાળી-ભચાઉ હાઇવે પર ટ્રક ચાલકોએ અચાનક પૈડા થંભાવી વિરોધ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચક્કાજામને પગલે બન્ને તરફ વાહનોની મોટી લાઇનો લાગી હતી. અને સામાન્ય વાહનચાલકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતાં માલવાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કર્યો હતો જે પોલીસના લાઠીચાર્જ બાદ ખુલ્લો થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો એ ધોરીમાર્ગ પર રસ્તો રોકી વિરોધ કર્યો હતો.અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગ કરાઇ હતી. જો કે જોતજોતામાં પોલીસની હાજરી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને આડસ રાખી રસ્તો રોકી બેઠેલા લોકો પૈકી કેટલાક તોફાની તત્વોએ હુલડ કરતા પથ્થર મારો શરૂ કર્યો હતો અને જેમાં એસ.ટી સહિત કેટલાક વાહનોના કાંચ તુટ્યા હતા તો બાદમાં પોલીસે લાઠીચાર્જ કરતા પોલીસ પર પણ પથ્થર મારો કરાયો હતો. જેને કારણે હાઇવે પર ભારે અરાજકતા સર્જાઇ હતી. જો કે કલાકોની જહેમત બાદ પોલીસે ભારે બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતી સામાન્ય કરી હતી અને તોફાની તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે ચક્કજામના પગલે ખાનગી, સરકારી બસો, ટ્રકો સહિતના વાહનોની લાંબી કતારો બન્ને સાઇડ લાગી હતી.
પથ્થરમારો કરનાર 18 પકડાયા
આજે સવારે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યા બાદ અચાનક ટોળુ હિંસક બન્યુ હતુ અને પથ્થર મારો કર્યો હતો. જેમાં એસ.ટી બસ સહિતના વાહનોને નુકશાન ગયુ હતુ બાદમાં પોલીસે સમજાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા અને રસ્તો ખુલ્લો કરવા જણાવ્યુ હતુ પરંતુ ટોળાએ પોલીસ પર જ પથ્થર મારો શરૂ કર્યો હતો. જો કે સ્થળ પર હાજર મોટા પોલીસ બળે તાત્કાલીક લાઠીચાર્જ કરી તોફાનીઓને શાંત કર્યા હતા. પોલીસે હાલ 18 લોકોને અટકમા લીધા છે. અને 18 લોકોના નામજોગ તથા 100થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગ,સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા સહિતની કલમો તળે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ રાજ્યના અનેક શહેરો સાથે કચ્છમા વિરોધ બાદ પોલીસ તથા ટ્રાન્સપોર્ટોએ અપિલ કરી ખોટી અફવામા ન આવવા માટે અપિલ કરી છે. સાથે પોલીસે પણ સહકારીની ખાતરી આપી છે. જો કે સવારે સામખીયાળી-ભચાઉ હાઇવે પર ભારે અરાજકતા સર્જતા દ્રશ્ર્યો સર્જાયા હતા જેમાં બેકાબુ ટોળાએ પથ્થરમારો કરતા પોલીસને બળપ્રયોગ કરી ટોળાને કાબુમાં લેવો પડ્યો હતો સદ્દનશીબે કોઇને આ ધટનામા ગંભીર ઇજા પહોચી નથી.

વિડીયો જોવો માટે નિચે આપેલી લીંક પર ક્લીક કરો 

https://www.youtube.com/shorts/UyKEWOVl6dw