Home Crime માંડવીથી ફરવા ગયેલા બે પરિવારનો અંતીમ પ્રવાસ બે દંપતિ સહિત 5 ના...

માંડવીથી ફરવા ગયેલા બે પરિવારનો અંતીમ પ્રવાસ બે દંપતિ સહિત 5 ના કમકમાટી ભર્યા મોત !

12411
SHARE
કચ્છથી ફરવા ગયેલો પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના નોખા જિલ્લા પાસે સર્જાયેલા અકસ્માતમાં 5 વ્યક્તિના મોત થયા છે. અકસ્માત શુક્રવારે વહેલી સવારે સર્જાયો હતો જેમાં ઉભેલી ટ્રકમાં કાર ટકરાતા કારમાં સવાર 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે. કારમાં સવાર તમામ મુસાફરો કચ્છના માંડવી વિસ્તારના છે.ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયેલ અકસ્માતમાં કચ્છમાં ફરજ બજાવતા ડોક્ટર દંપિત સહિત તેની 18 મહિનાની બાળકી પણ મોતને ભેટી હતી મૃતક પ્રતિક ચાવડા માંડવીના ગોધરા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમની પત્ની હેતલ ચાવડા માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેની સાથે તેની માશુમ પુત્રી તથા અન્ય સાથી કર્મચારીઓ પણ સામેલ હતા જે પૈકી મેરાઉ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર તરીકે ફરજ બજાવતા પુજા કષ્ટા તથા તેમના પતિ કરણ કષ્ટા પણ સામેલ હતા. આમ ધટનામાં 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા તેમના નજીકના પરિજન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ધટના સ્થળે જવા નિકળ્યા હતા.અકસ્માતના સમાચારથી પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઇ હતી. બનાવની જાણ થતા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનુરૂધ્ધ દવે એ પણ સતત ધટના અંગે પરિવાર તથા તંત્ર સાથે સંકલન કરી ધટનામાં જરૂરી મદદ માટે તત્પરતા દર્શાવી બનાવ અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. બન્ને પરિવાર જમ્મુ કાશ્મીર ફર્યા બાદ પરત કચ્છ આવી રહ્યુ હતુ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તો માંડવી વિસ્તારના સામાજીક-રાજકીય આગેવાનોએ પણ મૃત્કના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.