Home Crime કચ્છ પોલીસને સાંકળતા વધુ એક જુના ચર્ચાસ્પદ કિસ્સામાં અંતે CID ક્રાઇમમાં ફરીયાદ...

કચ્છ પોલીસને સાંકળતા વધુ એક જુના ચર્ચાસ્પદ કિસ્સામાં અંતે CID ક્રાઇમમાં ફરીયાદ !

2133
SHARE
એક તરફ કચ્છમાં પોલીસને સાંકડતો સોપારીકાંડ હાલ ચર્ચામાં છે. અને તેમાં પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ત્યારે આવાજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાંકળતા કેસમાં 8 વર્ષ બાદ મામલો ફરીયાદ સ્વરૂપે બહાર આવ્યો છે. આમતો ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં કચ્છના બે પુર્વ IPS અધિકારી, ત્રણ પુર્વ DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના બે તત્કાલીન એસપી જી.વી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે,ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત છ પોલીસ અધિકારીઓએ પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તે ફરીયાદ પર 0કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ET)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરીયાદીનો આરોપ હતો મામલો એક સમયે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જે બાદ હાઇકોર્ટે ફરીયાદ નોંધવાના હુકમને માન્ય રાખી પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
2015થી કાર્યવાહી થતીજ નથી
ફરીયાદી સામખીયાળી નજીક આવેલા ઇલેક્ટ્રોથમ કંપનીમા નોકરી કરતો હતો જો કે કર્મચારી તરીકે ત્યા કામ કરવા માંગતો ન હોવા છંતા તેને લાલચ આપી કંપનીમાં ડાયરેક્ટર બનાવવા ઓફર કરાઇ હતી. જો કે ફરીયાદીને લોન લેવા માટે તેનો ઉપયોગ થતુ હોવાની શંકા જતા તેને ઓફર સ્વીકારી ન હતી. જો કે ફરીયાદીના જણાવ્યા મુજબ ત્યાર બાદ તેની પાસેની સંપતી પડાવવા માટે તેનુ અપહરણ બંદુકની અણીએ કરી તેને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. અને લાખો રૂપીયા રોકડ તથા કિંમતી સંપતી પચાવી પાડવા માટે કારસ્તાન રચાયુ હતુ પરંતુ તેમાંથી બહાર આવ્યા બાદ તેને પોલીસને ફરીયાદ કરતા પોલીસે પણ દાદ આપી ન હતી. પોલીસે જાહેર કરેલી પ્રેસ બ્રીફમાં CID ક્રાઇમે ગુન્હો નોંધ્યો હોવાની વિગતો કબુલી છે. પરંતુ તેમાં પોલીસ અધિકારીના નામો ગુપ્ત રખાયા છે. જો કે ફરીયાદમાં જણાવાયુ છે. કે વર્ષ 2015થી સમગ્ર મામલે અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ – ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવન પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈંજ થયું નથી તેવુ દર્શાવવામાં આવ્યુ હતુ જેથી ફરીયાદી કોર્ટના શરણે ગયો હતો.
ફરીયાદમાં પોલીસ પર ગંભીર આરોપ
આ સમગ્ર મામલામાં જેટલી ભૂંડી અને ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના મળતીયાની હોવાનુ ફરીયાદમાં જણાવાયુ છે. તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની હોવાનુ ફરીયાદમાં જણાવાયુ છે. વર્ષ 2015થી આ કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોર્ટ સુધી આ મામલે ફરીયાદ કરાઇ હતી. પરંતુ કોઇ દાદ મળી ન હતી તત્કાલીન DGP એ SIT બનાવી તેમાં પણ પોલીસ અધિકારીએ ક્લોઝિંગ રિપોર્ટ ભરી દેવાયા હતા. આમ સતત પોલીસ તથા કંપની દ્રારા આ મામલો સામે ન આવે તેવા પ્રયત્નો કરાયા હતા તેવુ ફરીયાદમાં જણાવાયુ છે.
પુર્વ અધિકારીઓ રહ્યા છે. વિવાદમાં
જે અધિકારીઓ સામે આ આખા મામલે ફરીયાદ કરાઇ છે. તેવા પૂર્વ કચ્છના એસપી તરીકે રહેલા જી.વી.બારોટ સામે ગાંધીધામમાં રહેતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા અઘટિત માંગણી કરીને છેડતી કર્યાની ફરિયાદ કરાઇ હતી. જે વિવાદમાં કોર્ટે પાછળથી નિર્દોષ કહેર કર્યા હતા. જી.વી.બારોટની જેમ અન્ય પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે તેવા અંજારના તત્કાલીન DySP ધનંજય વાઘેલા સામે પણ તેમના સમય દરમ્યાન વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત વિજય ગઢવી અને એમ.કે.ચૌહાણનો સમયગાળો પણ વિવાદોમાં ધેરાયેલો રહ્યો હતો. જો કે અંતે કંપનીના જવાબદારો અને પોલીસ સામે ફરીયાદ નોંધાઇ છે.
આ 19 લોકો સામે નોંધાઇ ફરીયાદ
બે તત્કાલીન એસપી જી.વી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે,ચૌહાણ તથા શેલૈષ ભંડારી ઇલેક્ટ્રોથમ કંપનીના માલિક,અનુરાગ મુકેશ ભંડારી,ઇલેક્ટ્રોથમ કંપનીના ડાયરેક્ટર,સંજય જોષી,બલદેવ રાવલ,અમિત પટવારિકા,હિતેષ સોની,શ્રધર મુલચંદાણી,અનીલ દ્રિવેદી બકંત સોમાણી,પવન ગૌર સહિત 19 લોકોના નામ સામેલ છે. તો અપહરણ સમયે મદદગારી કરનાર અજાણ્યા સીક્યુરીટી ગાર્ડનો પણ ફરીયાદમાં સમાવેશ થાય છે.2011-12 થી સતત કંપની તથા પોલીસ સામે ફરીયાદ કરી થાકી ગયેલા પુર્વ કર્મચારીની ફરીયાદ આટલા વર્ષો બાદ નોંધાઇ છે. ત્યારે આગામી દિવસમાં શુ કાર્યવાહી થાય છે ? તે જોવુ અગત્યનુ રહેશે