Home Social પુત્રીના મૃત્યુનું દર્દ ભુલવા પિતાએ કર્યુ આ કામ : વાંચીને આપ...

પુત્રીના મૃત્યુનું દર્દ ભુલવા પિતાએ કર્યુ આ કામ : વાંચીને આપ પણ કહેશો કે દીકરી ખરેખર છે. ‘વ્હાલનો દરિયો’

1183
SHARE
(ન્યુઝ4કચ્છ) દીકરી માટે જાણીતી ઉક્તિ આપણે સૌ કહેતા હોઇએ છીએ કે, ”દિકરી વ્હાલ નો દરિયો ” આ ઉક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે… દેવપર(યક્ષ)ની એક દલિત દિકરી નિર્મલાએ !!! આઘાતજનક હકીકત એ છે કે,નિર્મલા આ દુનીયામાં હયાત નથી. કીડની ની બિમારીએ 18 વર્ષની નિર્મલાનો ભોગ લીધો પરંતુ એ વ્હાલસોયી દીકરી નિર્મલાની યાદમાં તેના પિતા વેલજીભાઇ લોચાએ  પોતાની આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે મૃતક દીકરીના વીમાની તમામ રકમ દાનમાં આપીને માનવતાના દિપક દ્વારા પોતાની વ્હાલસોયી દીકરીને યાદને કાયમી જીવંત બનાવી છે. માનવીય સંવેદના ભર્યા આ કાર્યમાં નિમિત બન્યા યુવા સામાજીક કાર્યકર મિતેષ શાહ !!
ભુજના જાણીતા તબીબ ડો.નંદીની જોબનપુત્રા અને યુવા સામાજીક કાર્યક્રર મીતેષ શાહ ના હાથમાં જ્યારે વેલજીભાઇ લોચાએ ડાયાલીસીસના દર્દીઓ માટે ૨૫ હજાર રૂપીયા અર્પણ કર્યા, ત્યારે સૌના હૃદયમાં દિવગંત નિર્મલાની યાદ જીવંત બની .ડો નંદીની જોબનપુત્રા પાસે કીડનીના દર્દી તરીકે સારવાર માટે આવેલ નિર્મલા ને આર્થિક મદદ માટે તેમણે સામાજીક કાર્યકર મિતેષ શાહ પાસે મોકલી.બસ પછી તો સતત 2થી3 વર્ષ સુધી નિર્મલાની સારવાર સામાજીક કાર્યકર મિતેષ શાહના સહયોગ અને દાતાઓની મદદથી ચાલતી રહી. ત્રણ વર્ષ પહેલા નિર્મલાનુ કીડનીની બિમારી દરમીયાન અવસાન થયુ. આર્થિક સામાન્ય પરિવારના તેના પિતા વેલજીભાઇ લોચા તેમની મૃતક પુત્રીની સારવાર માટે મળેલી આર્થીક મદદનુ ઋણ વાળવા સતત વિચારતા રહેતા.નિર્મલાના મૃત્યુના વિમાના ૬૫હજાર રૂપીયા તેમને મળ્યા અને તેમણે સમાજનુ ઋણ ચુકવવાનો પોતાનો વિચાર અમલમાં મુક્યો.
યુવા સામાજિક કાર્યકર મીતેષ શાહ ભાવુક શબ્દોમાં કહે છે કે, એક મધ્યમ પરિવારનો વ્યક્તિ પુત્રીના મૃત્યુ બાદ પુત્રીની સારવાર માટે સમાજે કરેલ મદદનુ ઋણ ચુકવે એ એક મોટી ઘટના છે. વેલજીભાઇ લોચાની ભાવના તો જુઓ કે,તેમણે ૪૦ હજાર રૂપીયા કોટડા જડોદર મધ્યે ત્રિક્રમ સાહેબ નાં મંદિરે પાણીની પરબ ના આર.ઓ. પ્લાન્ટ માટે આપ્યા અને ૨૫ હજાર રૂપીયા ડાયાલીસીસના દર્દીઓ માટે દાનમાં આપ્યા.આમ ધાર્મિક અને સામાજિક કાર્યના દાન માટે એક મૃતક પુત્રી એના પિતા માટે કરૂણા અને સેવા ભાવના ના વ્હાલનો દરિયો બની… નિર્મલા માટે સામાજિક કાર્યકર મીતેષ શાહે ૪૦ હજાર રૂપીયાની આર્થિક મદદ દાતાઓની સહાયથી કરી હતી. પરંતુ તેના પિતા વેલજીભાઇએ લીધેલી મદદથી વધુ ૬૫ હજાર રૂપીયા ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યમાં વાપરીને મૃતક દિકરીની સ્મૃતિને કાયમ માટે જીવંત બનાવી દીધી.આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તો મિતેષ શાહ જેવા સામાજીક કાર્યકર સેવાકાર્ય દ્વારા માનવતાના દિપકને સતત ટમટમતો રાખે છે. એમના સેવાકાર્ય ને પણ વંદન….