Home Crime હીરાગર માંથી મસ્કાન બનેલો ત્રીસ વર્ષ જુના ગુન્હાનો આરોપી ભુજથી ઝડપાયો !

હીરાગર માંથી મસ્કાન બનેલો ત્રીસ વર્ષ જુના ગુન્હાનો આરોપી ભુજથી ઝડપાયો !

5163
SHARE
ભુજ બી ડીવીઝન (ભુજ સીટી) પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ ગુનામાં ત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ,ભુજ એ ઝડપી પાડ્યો મુંબઇ સુરત તથા સતત રખડતા વ્યક્તિને પકડવા માટે પોલીસે અનેક પ્રયત્ના કર્યા બાદ સફળતા મળી
તાજેતરમાજ પુર્વ કચ્છમાં હત્યા જેવા ગુન્હામાં લાંબા સમયથી ફરાર આરોપી પોલીસના હાથે લાગ્યો હતો ત્યારે પચ્છિમ કચ્છની પેરોલ-ફર્લો સ્કોડે એક મહત્વની કામગીરી કરી ત્રીસ વર્ષ જુના ગાંજા-ચરસના કેસમાં સંડોવાયેલ એક આરોપીને ભુજથી ઝડપી પાડ્યો છે અગાઉ આ ગુન્હામાં 3 વ્યક્તિઓ પોલીસની ગીરફ્તમા આવી ગયા હતા પંરતુ એક આરોપી ફરાર થયો હતો. જેને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી હતી દરમ્યાન બોર્ડર રેંન્જ આઇ.જી.પી.ચિરાગ કોરડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારે,પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપી હતી જે બાબતે પેરોલ ફર્લો સ્કોડ, પ્રયત્નશીલ હતી અને હેડ.કોન્સ્ટેબપલ ધર્મેન્દ્ર મુળશંકર રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,હીરાગર કે જે ભુજ બી ડીવીઝન (ભુજ સીટી) પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨/૧૯૯૪ એન.ડી.પી.એસ. કલમ ૧૮,૧૨૦, વિગેરે મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો છે તે ભુજમાં છે જેને પોલીસે પકડી પાડ્યો હતો.
આરોપીએ ઓળખ બદલી પણ પકડાયો
આરોપી હીરાગર ઉર્ફે હરીગર ઉર્ફે મસ્તાન મિસ્કીન સ/ઓ ધરમગર ગુંસાઇ, ઉ.વ.૬૮, રહે.મુળ.સાંભરાઇ તા.માંડવી, હાલે.રહે.મીરઝાપર તા.ભુજ-કચ્છવાળો હાલમા આર.ટી.ઓ સર્કલ ભુજ ચા ની કેબીન પાસે રીક્ષામાં હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુરને ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧), (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નલીયા પો.સ્ટે.મા સોપેલ છે. મજકુર આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે પોતાની નામ મસ્તાન મિસ્કીન ધારણ કરી પોતાની ઓળખ બદલી વેસ્ટ મુંબઇ તથા સુરત મુકામે હોટલમાં મજુરી કામ કરતો તેમજ ભિક્ષાવૃતિ સાથે સંકળાયેલ વિકલાંગ લોકોને વ્હીલચેર તેમજ હાથલારીમાં અલગ અલગ જગ્યાએ લઇ જવાની મજુરી કામ તેમજ પ્રખ્યાત હિન્દુ મુસ્લીમ ધર્મ સ્થાનોએ આશરો લઇ, ભીક્ષાવૃતિ કરીને પોતાની હાજરી/ઓળખ છુપાવતો અલગ અલગ જગ્યાએ રહેતો હતો પરંતુ છંતા પોલીસે તેને પકડવામાં સફળતા મળી હતી આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી.વાઘેલા સાથે એ.એસ.આઇ. રૂદ્રસિંહ જાડેજા તથા હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેદ્ર રાવલ, કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કૉન્સ. બલવંતસિંહ જાડેજા તથા નીરૂબેન વગેરે જોડાયા હતા.
ત્રીસ વર્ષથી ફરાર આરોપીના પરિવાર પાસે પણ તેની ઓળખ માટેના જરૂરી પુરાવા પોલીસના હાથે લાગ્યા ન હતા અને તેનો પરિવાર સહકાર પણ આપતો ન હતો તેવામાં કોઇ ઓળખ વગર તેને પકડવો પડકાર હતો એક સમયે તેના પુત્રને બોલાવી તેના પિતાના સ્ક્રેચ પણ બનાવવા પોલીસે મથામણ કરી હતી 30 વર્ષથી ફરાર આરોપીને હતુ કે પોલીસ તેના સુધી નહી પહોંચી શકે પરંતુ પોલીસ આટલા વર્ષો બાદ પણ તેની પાછળ લાગેલી હતી જેમાં કુકમા સ્થિત તેના ઘર તથા ભિક્ષુકો પાસેથી પણ આરોપીની તપાસ કરાઇ હતી જેમા પોલીસને મહત્વની સફળતા મળી હતી.