Home Crime ખાખી શર્મસાર ! ભચાઉમાં બુટલેગર-મહિલા પોલીસની જુગલબંધી પકડાઇ : જુઓ વિડીયો

ખાખી શર્મસાર ! ભચાઉમાં બુટલેગર-મહિલા પોલીસની જુગલબંધી પકડાઇ : જુઓ વિડીયો

4242
SHARE
સમગ્ર ખાખીને બદનામ કરતો એક કિસ્સો પુર્વ કચ્છમાં બન્યો છે જેમાં સી.આઇ.ડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસના હાથે લિસ્ટેડ બુટલેગર સાથે પકડાઇ હતી. એટલુજ નહી પોલીસ પર કાર ચડાવવામાં મદદગારી પણ કરી જો કે ફાયરીંગ કરી પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા. પરંતુ સમગ્ર ગુજરાતના પોલીસબેડામાં આ ધટના ભારે ચર્ચાનુ કેન્દ્ર બની હતી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુર્વ કચ્છમાં ખાખીને શર્મસાર કરતી ધટના સામે આવી છે. રવિવારે સાંજે બાતમી આધારે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ લિસ્ટેડ બુટલેગરને પકડવા માટે નિકળી હતી બાતમી આધારે પોલીસ ઓપરેશન પાર પાડવા માટે મક્કમ હતી અને તેથીજ એક શંકાસ્પદ કાર કે જે જેમા મોટી ચિરઇનો લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાની બાતમી હતી તેને પકડવા પીછો કર્યો હતો ભચાઉ પોલીસને પણ આ કાર પકડવા માટે સુચિત કરાયા અને તમામે એ કારને પકડવા માટે કામ શરૂ કર્યુ જો કે પોલીસ પીછો કરતી હોવાનુ જણાઇ આવતા કાર ચાલકને ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર આવેલી એક હોટલ નજીક રોકવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ યુવરાજસિંહે કારથી પોલીસની કારને ટક્કર મારી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ફરી તેને પકડવા માટે પ્રયત્ન કરેલ પરંતુ તેને પોલીસ પર કાર ચડાવવાનો પ્રયત્ન કરતા પોલીસે પણ ફાયરીંગ કરી કારને પકડી પાડી હતી. જેમાં યુવરાજસિંહ દારૂના જથ્થા સાથે પકડાઇ ગયો હતો. એક સમયે ગાડી રોકાયા બાદ પણ યુવરાજસિંહ એ ગાડી લોક કરી નાંખી હતી પંરતુ પોલીસે બળપ્રયોગ કરી તેને પકડી પાડ્યો હતો જેની તપાસ કરતા તેમાંથી એક મહિલા અને દારૂનો જથ્થો પણ પકડાયો હતો. પોલીસે મહિલા તથા બુટલેગર સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી બન્નેની ધરપકડ કરી છે. હવે જોવાનુ રહ્યુ કે તપાસ દરમ્યાન અન્ય કોની-કોની સંડોવણી ખુલે છે.જો કે મહિલા કોન્સ્ટેબલ તથા બુટલેગર સામે ભારે કલમો તળે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ભચાઉ પી.આઇ જાતે ફરીયાદી બન્યા છે. પોલીસે ધરપકડ કર્યા બાદ રીમાન્ડની માંગ સાથે બન્નેને કોર્ટમાં રજુ કર્યા હતા જ્યા દલિલો ચાલુ રહી હતી આરોપીને હાલ પુરતા જેલહવાલે કરાયા છે રીમાન્ડની માંગ સંદર્ભે આવતીકાલે વધુ દલિલો થયા બાદ કોર્ટ નિર્ણય કરશે
પોલીસ મહિલાને જોઇને ચોંકી ગઇ !
ફિલ્મી ઢબે પીછો કરી શરૂ કરાયેલા આ ઓપરેશનમાં જેમજેમ પોલીસ કાર્યવાહી કરતી ગઇ તેમ-તેમ ચોંકવનારા ખુલાસાઓ સામે આવતા ગયા પહેલા પોલીસની કાર સાથે ટક્કર પછી પોલીસ પર હુમલાનો પ્રયાસ અને ત્યાર બાદ ફાયરીંગ સહિતની કામગીરી બાદ પોલીસ ચોંકી ત્યારે જ્યારે કારની તપાસ દરમ્યાન તેમાંથી મહિલા નિકળી તપાસ કરતા માલુમ પડ્યુ કે મહિલા અન્ય કોઇ નહી પરંતુ પુર્વ કચ્છ ગાંધીધામ સીઆઇડીમા કામ કરતી નીતા વશરામ ચૌધરી હોવાનુ ખુલ્યુ હતુ પંચો રૂબરૂ તપાસ કરી પોલીસને જ્યારે મહિલાની ઓળખ થઇ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને બનાવ સંદર્ભે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી કોન્સ્ટેબલ કાયદો જાણતી હોવા છંતા તેને બનાવ સમયે બુટલેગર સાથેના સંબધો નિભાવી પોલીસ પર હુમલો તથા જીવલેણ ગાડી ચડાવવાના પ્રયાસમાં સાથે આપ્યો હતો.પોલીસ પર બુટલેગર દ્રારા હુમલાના બનાવો અગાઉ પણ બન્યા છે પરંતુ બુટલેગર સાથે મદદગારીમા કોઇ પોલીસ કર્મચારી હોય અને કાર ચડાવવાનો પ્રયત્ન થાય તે જાણી પોલીસ ચોંકી ઉઠી હતી
હાઇપ્રોફઇલ કેસમાં પોલીસ ચુપ થઇ જાય છે
ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં જ્યારે હાઇપ્રોફાઇલ કેસ બને છે ત્યારે પોલીસ જાણે બદલાઇ જાય છે તાજેતરમાજ જ્યારે કાનમેરમા હુમલો થયો ત્યારે પોલીસે 16 આરોપીની બરોબરની સરભરા કરી પરંતુ બાદમાં મોટામાથાના નામ સામે આવતાજ પોલીસ મૌન થઇ ગઇ આવુ આ કિસ્સામા પણ થઇ રહ્યુ છે. ગઇકાલે બનેલી ધટનાના કલાકો બાદ પત્રકાર પરિષદ સંબોધતા પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા પાસે અનેક સવાલોના જવાબ ન હતા જેમકે બુટલેગર અને મહિલા વચ્ચે શુ સંબધ હતા-કાર કોની માલિકીની હતી જેવા સવાલોના જવાબ પોલીસ પાસે ન હતા તો પોલીસે સવારે પ્રેસનોટ સાથે જાહેર કરેલા ફોટા તથા ત્યાર બાદ જાહેર કરેલ વિડીયોમાં મહિલા પોલીસ કર્મચારીના કપડા બદલાઇ ગયા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. અને આવા સવાલોના જવાબ પોલીસ અધિકારીએ કલાકો બાદ પણ આપવાનુ ટાળ્યુ હતુ. અન તપાસ ચાલુ હોવાનુ રટણ કર્યુ હતુ.
બુટલેગર-પોલીસકર્મી નામચીન હતા
પોલીસે બહાદુરીપુર્વક ઓપરેશન કરી બુટલેગર તથા મહિલાને ઝડપી આગળની કાર્યવાહી કરી છે જે સમગ્ર બનાવ દરમ્યાન લોકલ ક્રાઇમબ્રાન્ચ,ભચાઉ પોલીસે બહાદુરીપુર્વક બન્નેને જીવના જોખમી ઝડપી પાડ્યા હતા જો કે બન્ને ઝડપાયેલા ખ્યાતનામ છે. બુટલેગર યુવરાજસિંહ સામે અલગ-અલગ પોલીસ મથકે 16 જેટલા ગુન્હાઓ નોંધાઇ ચુક્યા છે જેમાંથી 6 ગુન્હામા તે ફરાર હતો તો મહિલા કોન્સ્ટેબલ તેની રીલને કારણે ચર્ચામા રહેતી પોલીસ વિભાગમા અગાઉ વિવાદ બાદ સોસીલય મિડીયાના સમજદારી પુર્વકના ઉપયોગ અંગે ટકોર બાદ પણ ઇન્સ્ટાગ્રામ પર નીતા વશરામ ચૌધરી અવાર-નવાર રીલ પણ બનાવતી જેમાંથી કેટલાય વિડીયો તો ડ્રેસમાં છે. જો કે કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચેના સંબધોથી સમગ્ર પુર્વ કચ્છ પોલીસબ્રાન્ચ અને રાજ્યની મહત્વની શાખા કે જેમાં તે ફરજ બજાવે છે તે સીઆઇડી ક્રાઇમ પણ અજાણ હતુ તે નવાઇ પમાડે તેવુ છે. જો કે એફઆરઆઇમા કેટલીક બાબતો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છંતા પોલીસ અધિકારીઓએ તે મામલે મૌન સેવ્યુ હતુ જે બાબતને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા એક મહત્વની બ્રાન્ચની કર્મચારી બુટલેગર સાથે મળી પોલીસ પર જ હુમલો કરે તેમ છંતા પોલીસ પાસે ધટનાના કલાકો બાદ મહત્વની જાણકારી ન હોય તે બાબત શંકા પ્રેરે તેવી છે.
આ બાબતો નવાઇ પમાડે તેવી છે.
ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાંખવા સાથે ખુંખાર આરોપીને જીવના જોખમે પડકવા સહિતના સારા શબ્દો સાથે અન્ય બનાવોમાં વાહવાઇ મેળવતી પુર્વ કચ્છ પોલીસ તથા સમગ્ર પોલીસ વિભાગ માટે આ કિસ્સો અનેક સવાલો ઉભા કરે છે. લીસ્ટેડ બુટલેગર સામે સીઆઇડી ક્રાઇમ જેવી બ્રાન્ચમાં કામ કરતી કોન્સ્ટેબલ સંપર્કમાં હતી અને તેનાથી પોલીસ તથા બ્રાન્ચ અજાણ હતી.? આવી ગંભીર ધટનામાં પોલીસ ઝડપી તપાસ કરતી હોય છે. પરંતુ ગઇકાલે બનેલા બનાવ બાદ પોલીસ હજુ સુધી તેમના વચ્ચેનો સંબધ જાણી શકી નથી. તે બાબત તેના કરતા પણ વધુ ગંભીર છે. તો વડી કચ્છભરના સોસીયલ મિડીયા પર નજર રાખી કાર્યવાહી કરતી પોલીસ મહિલા કોન્સ્ટેબલની વિવાદીત રીલ પ્રવૃતિથી શુ અજાણ હતી..અને જાણતી હતી તો અત્યાર સુધી કેમ કાર્યવાહી ન થઇ ? જો કે પોલીસવડાએ જરૂરી કાર્યવાહી થશે તેવી વાત મિડીયા સમક્ષ કરી હતી. પરંતુ ગંભીર મામલો હવે શુ કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ