Home Crime ખાવડા બાદ ભુજમાંથી ગૌ-માંસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા !

ખાવડા બાદ ભુજમાંથી ગૌ-માંસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા !

5470
SHARE
ખાવડાના ભીરંડીયારા નજીક બે દિવસ પહેલા ગૌ-માંસના જથ્થા સાથે 3 શખ્સોને ખાવડા પોલીસે ઝડપ્યા બાદ ભુજ નજીકથી બે શખ્સોને બી-ડીવીઝન પોલીસે ગૌ માંસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે હિન્દુ તહેવારો નજીકજ આવી પ્રવૃતિ વધતા હિન્દુ સમાજમાં કચવાટ
નવરાત્રી પર્વ નજીક છે ત્યારે ગૌ-માંસ પકડાવાના બે કિસ્સા સામે આવતા ભારે કચવાટ ફેલાયો છે. તહેવાર સમયેજ ગૌવંશના વેપારના કિસ્સામાં સક્રિય રીતે વધયા હોય તેમ થોડા દિવસોમાંજ આવો બીજો કિસ્સો પોલીસની પકડમાં આવ્યો છે. ખાવડા બાદ ભુજ શહેર બી ડીવીઝન પોલીસે બે શખ્સોને ગૌ-માંસના જથ્થા સાથે પક્ડી પાડ્યા હતા. સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક ઇસમ પોતાના કબ્જાની ટુ વ્હીલરની ડેકીમાં ગૌમાંસનો જથ્થો રાખી ભીડનાકાથી સંજયનગરી તરફ જઇ રહ્યો છે.જે બાતમી આધારે ભુજના જથ્થાબંધ નજીક આવેલ ત્રણ રસ્તા પાસે વોંચ ગોઠવવામાં આવી હતી તે દરમ્યાન ટુ વ્હીલર આત્મારામ સર્કલ તરફથી આવેતા તેને રોકી પુછપરછ કરતા અમજદ ઓસ્માણ લુહાર સંજયનગરી ભુજ વાળાના કબ્જામાંથી આશરે ૧૦ કીલો પશુ માંસનો જથ્થો મળી આવ્યો હતો જે માંસના જથ્થા બાબતે પુછતા ખાલીદ ઇબ્રાહીમ મોખા (ભુજ) પાસેથી લિધેલ હોવાનુ જણાવેલ જેથી ખાલીદ ઇબ્રાહીમના ઘરે જઈ તપાસ કરતા તેના ઘરનાં આંગણા માંથી આશરે ૨૦ કિલો જેટલો પશું માંસનો જથ્થો મળી આવ્યો હતો જે માંસને પરીક્ષણ કરાવતા માંસ ગૌવંશનુ માંસ હોવાનુ સામે આવ્યુ હતુ. હાલ ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.પુછપરછમાં જેનું નામ ખુલ્યું છે તેવા કરીમ ભચુ મમણ (રહે.નાના વરનોરા) ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પાસેથી ગૌવંશના માંસનો જથ્થો આશરે કિં.ગ્રા.૩૦ કિં.રૂ. ૧૫૦૦,હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલટુ વ્હીલર કિ. રૂ.૫૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ ૦૨ કી.રૂ.૧,૦૦૦ કબ્જે કરાયા હતા.આ કામગીરીમાં પી આઇ વી.બી.પટેલના માર્ગદર્શન સબ.ઇન્સ.એમ.કે.દામા એ.એસ.આઇ.નિલેશ ભટ્ટ, હેડ.કોન્સ.મયુરસિંહ જાડેજા,મહાવીરસિંહ જાડેજા,પૃથ્વીરાજસિંહ જાડેજા,જીતેન્દ્ર પુરબીયા,અરવિંદ વણકર,પો.કોન્સ. વિજયજી ઠાકોર, કીરીટસિંહ જાડેજા, શ્યામ ગઢવી, પ્રકાશ ઠાકોર અને પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા
લુડીયા નજીકથી ૩૦ કિલો ગૌ-માંસ સાથે ત્રણ પકડાયા હતા
આ પહેલા લુડીયા નજીક મૌલાના અબ્દુલસતાર સ.ઓ હાસમ સુલેમાન સમા, રહે. મોટા તા.ભુજ તથા તેમની સાથે તેમના ગામના બીજા બે ઇસમો અલ્ટો ગાડીમાં ગૌમાંસ ભરીને ભીરંડીયારાથી ખાવડા બાજુ આવે છે તેવી સચોટ બાતમી આધારે પોલીસ વહોંચમાં હતી ત્યારે પોલીસને જોઇને થોડે દુરથી પરત ભીરંડીયારા બાજુ પાછી વાળતા સરકારી ગાડીથી તેનો પીછો કરી તેને રોકી તે અલ્ટો ગાડીને ચેક કરતા તેમાથી (૧) મૌલાના અબ્દુલસતાર સ.ઓ હાસમ સુલેમાન સમા,રહે. મોટા તા.ભુજ, તથા તેની સાથે (૨) સુલતાન નુરમામદ જુસબ સમા ઉ.વ.૪૩, ધંધો.મજુરી રહે.મોટા તા.ભુજ, (3) હુસેન ઉમર જુણસ સમા ઉ.વ.૬૧, ધંધો. મજુરી રહે.મોટા તા.ભુજ, ને ૩૦ કિલો જેટલા ગૌવંસના વાછરડાનું માંસ સાથે ખાવડા પોલીસે ઝડપ્યા હતા
અવાર-નવાર આવી પ્રવૃતિઓને લઇને હિન્દુ સંગઠનો વિરોધ કરતા હોય છે. તે વચ્ચે હિન્દુ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારેજ આવા કિસ્સા સામે આવવા ચિંતાજનક છે ત્યારે ગૌ-હત્યા કરી તેના માંસની હેરફેર સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.