વિશ્વાસ કેળવી ધાર્મીક વિધીના બહાને ઠગાઇમાં સંડોવાયેલી ટોળકીને નખત્રાણા પોલીસે ઝડપી પાડી છે. લખીયાવીરાના દંપતિની ફરીયાદના આધારે પોલીસે ચાર વ્યક્તિની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી વિશેષ પુછપરછ કરી છે. આરોપી ઘરની મહિલા સાથે વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઇનો કારસો રચતા હતા પરંતુ વધુ લોકો તેમાં ફસાય તે પહેલા ટોળકી પોલીસની ગીરફ્તમાં આવી છે.
નખત્રાણા તાલુકાના લખીયાવીરા ગામે થોડા દિવસ અગાઉ સામે આવેલા બનાવમા નખત્રાણા પોલીસે ઠગાઇ કરતી ટોળકીને ઝડપી પાડી છે. દંપતિએ સાધુ અને તેના સાગરીતો સામે નખત્રાણા પોલીસ મથકે ધાર્મિક વિધિ કરવાના બહાને ઘરેણાં અને પાછળથી ઉછીના બે લાખ રૂપિયા મેળવીને નિઃસંતાન દંપતિને છેતર્યા હોવાની ફરીયાદ નોંધાઇ હતી જેમાં ત્રણ લોકો સામે કાવતરું રચી છેતરપિંડી કરતા મહિલાએ ફરીયાદ નોંધાવી હતી ફરીયાદમાં જણાવાયુ હતુ કે ૧૫ સપ્ટેમ્બરે તેમના ઘેર એક અજાણ્યો સાધુ આવેલો. મહિલાને ધર્મની બહેન બનાવી વિધી કરવા માટે વિવિધ ઉપાયો સુચવેલા જો કે ત્યાર બાદ સાધુએ તેની પાસેના દાગીના તથા હાથ ઉછી માટે પૈસા મેળવી વિશ્વાસમાં લઇ ઠગાઇ કરી હતી વિધીના બહાને દંપતિ પાસે રહેલા તમામ ઘરેણા લઇ સાધુએ તેને બોલાવ્યા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ફરાર થઇ ગયા હતા જે મામલે ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ ટોળકીને ઝડપી પાડી છે.
આ એમ.ઓ સાથે ટોલકી ગુન્હો કરતી !
નખત્રાણા પોલીસે ફરીયાદ બાદ તપાસ કરતા આરોપીઓ થરાદ બાજુ હોવાનુ ધ્યાને આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી કેશનાથ જાફરનાથ વાદી,સાવનનાથ ઉર્ફે નેનુનાથ સુમારનાથ વાદી,બિછાનાથ સાહેબનાથ વાદી, દેવનાથ ઉર્ફે નૈનનાથ ડાલનાથ વાદીને ઝડપી પાડ્યા છે. આરોપી મુળ લખપત,અબડાસા વિસ્તાર અને હાલે ભચાઉ વાદીનગરમાં રહી આવી ઠગાઇની પ્રવૃતિ કરતા આરોપીઓ સાધુનો વેશ ધારણ કરી મહિલાઓને ધર્મની બહેન બનાવી ઘરની પરિસ્થિતી જાણી સંતાન પ્રાપ્તિ,આર્થીક સ્થિતી સારી થશે તેવા વિશ્વાસમાં લીધા બાદ તેની સાથે ઠગાઇ કરવાની એમ.ઓ ધરાવે છે. તેવુ તપાસમા સામે આવ્યુ છે. નખત્રાણા પોલીસે ઠગાઇમાં ગયેલા મુદ્દામાલ તથા એક કાર સહિત 11.09 લાખના મુ્દ્દામાલ સાથે ચાર ઠગોને ઝડપી પાડ્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એ.એમ.મકવાણા સહિત વિકેશ રાઠવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
આરોપી પૈકી કેશનાથ વાદી તથા બિછાનાથ અગાઉ દારૂ,ઠગાઇ સહિતના ગુન્હામાં સંડોવાઇ પોલીસ ચોપડે ચડેલા છે. જો કે લાખીયાવીરાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે તમામ મુદ્દામાલ સાથે આ ટોળકીને ઝડપી પાડ્યા છે સાથે આવી રીતે અન્ય કોઇ સાથે ઠગાઇ કરી છે કે નહી તેની તપાસ શરૂ કરી છે.