કચ્છમાં તાજેતરમાં લુંટ,ચોરી જેવા બનાવો વધ્યા છે ખાસ કરીને અંજાર પોલીસ મથકના વિસ્તારમા ઉપરા-ઉપરી લુંટ સહિતના બનેલા ગંભીર બનાવોથી પોલીસ દોડતી થઇ છે. તેવામાં બે સપ્તાહ પહેલા અંજારમાં થયેલી લુંટનો ભેદ ઉકેલી પોલીસે ચારને મુદ્દામાલ સાથે ઝડપ્યા છે.
અંજારમાં તાજેતરમાંજ લુંટ,ધાડ સહિતના ગંભીર ગુન્હાઓને કારણે અહીની કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાંજ થયેલી એક ચકચારી લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી પોલીસે છબી સુધારવા માટે તેનુ જાહેર સરધસ કાઢ્યુ હતુ. જો કે તે વચ્ચે પણ અંજારમાં વિવિધ ભારે ગુન્હાઓ બન્યા હતા તેવામા અંજારમાં તા.૨૪/૧૨/૨૦૨૪ના બનેલા લુંટના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ગુન્હામાં હિતેશ સોડા કોલીના ઘરે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને છરી-ધારીયા જેવા ધાતક હથિયારો સાથે ભોગ બનનારને બંધક બનાવ્યો હતો અને હાથ-મોઢુ બાંધી ઘરમાં તેની સાથે રહેતી માતાના દાગીના તથા અન્ય વસ્તુ સાથે તેમના સંબધી પાસેના સોનાના દાગીના સહિત ૭૭, 000/-નીલુંટ કરી પરિવારને ગેરકાયદેસર અટકાયત કરી ફરી. ને ધક-બુશર્ટનો માર મારી અને પ્રાણ ઘાતક હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. બનાવની પોલીસે ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક તથા સાગર અંજાર વિસ્તારમાં બનતા લુટ-ધાડ, શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી દરમ્યાન અંજાર પોલીસ દ્રારા હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ સર્વલેન્સ આધારે તેમજ ફરીયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે અંજામ આપેલ ગેંગના સભ્યો ઈકકો ગાડીથી ભચાઉથી અંજાર તરફ કેનાલ વાળા રસ્તે આવે છે તેવી સચોટ બાતમી આધારે તપાસ કરી આરોપીઓને પકડી ગુના કામે લુટમાં ગયેલ મુદામાલ સાથે ગુના કામે ઉપયોગમાં લીધેલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા જે લુંટમા (૧) અલ્કેશ બાબુભાઈ કોલી ઉ.વ.30 રહે. પ્લોટ નં. ૧૪૬ અણમોલ સોસા. મે.(બોરીચી) તા.અંજાર મુળ રહે.આડેસર તા.રાપર કચ્છ (૨) રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોલી ઉ.વ.૨૪ રહે. આદેશ ટાવર પાછળ મહેશનગર ઝુપડપટ્ટી મુન્દ્રા-કચ્છ મુળ રહે.ખાનપર તા.રાપર કચ્છ (3) વિજય ઉર્ફે બંટી નાગજીભાઈ કોલી ઉ.વ.૨૮ રહે.નગરપાલીકા સામે કોલીવાસ અંજાર મુળ ૨હે.દાદા ડેરી માંડવી-ભુજ કચ્છ (૪) ખેતો ઉર્ફે ધર્મેશ જવાહરભાઈ કોલી ઉ.વ.૨૫ રહે.રોટરીકલબ ભવાનીપુર બાજુમાં ભચાઉ કચ્છ પકડાઇ ગયા હતા જ્યારે (૧) વિનોદ ઉર્ફે કાળો કોલી(૨) હરેશ ઉર્ફે હરી નારાણભાઈ કોલી(3) જીગર ધીંગાભાઈ કોલી(૪) સુરેશ મોતી કોલીની સંડોવણી ખુલી છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે લુંટમાં ગયેલ વસ્તુઓ ઉપરાંત ૩,૨૧,૦૦૦/-મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી વિજય તથા રમેશ ગુનાહીત ઇતીહાસ ધરાવે છે. આ કામગીરીમાં અંજારના પ્રો.આઈ.પી.એસ વિકાસ યાદવ તથા પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ,પોલીસ સબ ઇન્સપેકટર જે.એસ.ચુડાસમા,બી.એસ.ચૌહાણ તથા અંજાર પોલીસ સ્ટાફના લોકો જોડાયા હતા
તાજેતરમાંજ અંજારમાં વરસાણા નજીક ત્રણ લાખની લુંટ તથા ત્યાર બાદ એક મહિલાના વેશમાં બનેલ લુંટનો બનાવ તથા ડીઝીટલ અરેસ્ટ કરી લાખોની ઠગાઇનો મામલો ચર્ચામાં છે તેવામાં પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે વધુ ગંભીરતાથી કામ લે તેવી માંગ અંજાર વિસ્તારમાં ઉઠી છે.