30 તારીખે સાંજે મેધપર(બોરીચી) વિસ્તારમાં બનેલી ધટનામાં સીસીટીવીની મદદથી ગુન્હેગાર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી લુંટ કરનાર હર્ષ મહિલાના પરિચીતમાં હોય ઘરની સ્થિતી અંગે વાકેફ હતો એલસીબીએ ટ્રેન મારફતે કચ્છ આવતા આરોપીને દબોચ્યો
કચ્છમાં લુંટ,ચોરી જેવા ગંભીર બનાવોમાં આવેલા ઉછાળા વચ્ચે પુર્વ કચ્છના અંજારના મેધપર બોરીચી વિસ્તારમાં સ્ત્રીવેશમાં આવી એક મહિલાના ઘરે લુંટની ધટનાએ ભારે ચકચાર સર્જી હતી. તારીખ 30 ના સાંજે મહિલા પોતાના ઘરેથી કીડીયારૂ પુરવા બહાર નીકળી પાંચેક મીનીટ બાદ પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હતો બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હતી અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરીયાદી મહિલાની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી, મહિલા સાથે મારપીટ કરી ગળામાં રહેલ બે તોલાની સોનાની ચેઇન ઝુટવી, સાથે ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી તીજોરી માંથી રોકડા રૂ.૩૫,૦૦૦/-ની લુંટ કરી નાશી ગયો હતો જે બનાવની તપાસમાં હર્ષ ભરત પટેલની પોલીસે ધરપકડ કરી છે. સ્ત્રીવેશમાં આવેલ હર્ષ ભરત પટેલ રહે.કૈલાશ જ્યોત સોસાયટી,મેઘપર(બો), આ લુંટમાં સંડોવાયેલ હોવાની તેમજ શખ્સ હાલ અમદાવાદ થી ટ્રેન મારફતે ગાંધીધામ આવી રહેલો હોવાની હકિકત મળતા જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો સાથે હર્ષને ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહારથી ઝડપી લીધો હતો આરોપીએ ગુન્હાની કબુલાત સાથે લુંટમાં મેળવેલી ચેન ફેડબેન્કમાં મુકી રૂ.૫૫,૦૦૦/૦૦ ની ગોલ્ડ લોન લીધી હોવાની હકીકત જણાવતાં આ ફેડબેંન્ક ખાતે ખરાઇ કરાવતાં સમગ્ર કેસ ઉકેલાઇ ગયો હતો
અને સીટને મળી સફળતા….
વિચિત્ર પ્રકારના કહી શકાય તેવો બનાવ સામે આવતા પોલીસ પણ ગોથે ચડી હતી અને તપાસ આંરભી હતી ગંભીર કહી શકાય તેવા બનાવ માટે સીટની રચના કરવામાં આવી હતી અને સીટના સભ્ય તરીકે એલસીબીના પો.ઇન્સ એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા એ.આર.ગોહીલ, પીઆઇ અંજારને રાખવામાં આવેલ. જે બાદ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવતા અંજાર, આદીપુર વિસ્તારમાં લગાડવામાં આવેલ અલગ-અલગ ૧૯૮ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી અને સી.સી.ટી.વી. ફૂટેજનો ૯૦૦ જી.બી. જેટલો બેકઅપ ડેટા મેળવી તેનુ એનાલીસીસ કરવામાં આવ્યુ હતુ જે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં એલ.સી.બી.ની ટીમને ગુન્હા સંલગ્ન અતિ મહત્વની ચાવી રૂપ કડી મળી હતી જે પગેરૂ સીટની ટીમને આરોપી સુધી લઇ ગયુ હતુ
લુંટ માટે ડી-માર્ટથી કુર્તો-દુપટ્ટો ખરીદયો
બનાવ માટે આરોપીએ સ્ત્રીવેશ ધારણ કર્યો તે અંગે પણ તપાસમાં મહત્વની બાબત સામે આવી છે. આ લુંટમા સામેલ આરોપી તથા ફરીયાદીના પરીવાર વચ્ચે સારા સંબંધ છે. જેથી આરોપી પોતે ફરીયાદી ઘરે ક્યારે એકલાં હોય છે તેની તથા ફરીયાદીના ઘરમાં સોનાના ઘરેણા હોવાનું જાણતો હતો,આરોપીએ ચોરી કરવા પ્લાન બનાવેલ અને પ્લાનીંગ મુજબ લુંટ કરેલ તે દિવસે ગાંધીધામ ડી-માર્ટ ખાતેથી લેડીઝ કુર્તો તથા દુપટ્ટો તથા મરચા પાવડરની ખરીદી કરી હતી અને ફરીયાદીના ઘરથી થોડે દૂર આવેલ ખેતરમાં પોતે ચોરી કરવા જાય ત્યારે પોતાની ઓળખ છૂપાવવા માટે ખરીદ કરેલ લેડીઝ કુર્તો પહેરેલ અને ચહેરા પર દુપટ્ટો બાંધી દીધો હતો રસ્તામાંથી પથ્થર લીધેલ અને ફરીયાદીના ઘરના મેઈન ગેઈટમાંથી પ્રવેશ કરી ઘરના આંગણામાં છુપાઈ ગયો હતો સાંજના સમયે ફરીયાદી ઘરની બહાર કીડીયારુ પુરવા ગયા તે દરમ્યાન પોતે ઘરમાં ચોરી કરવા માટે ગયેલ અને ઘરના કબાટમાં ચેક કરેલ પણ તેમાંથી કાંઈ નહિ મળતા જો એ દરમ્યાન ફરીયાદી આવી જતાં પોતે બાથરૂમમાં છુપાઈ ગયો હતો જો કે મહિલા બાથરૂમ પાસે પહોંચી આવતા તેની સાથે મારપીટ કરી મરચાની ભુકી નાંખી ફરાર થઇ ગયો હતો
સ્ત્રીવેશમાં લુંટ બાદ સીસીટીવીમાં એ તો સ્પષ્ટ થયુ હતુ કે આરોપી કોઇ પુરૂષ છે. પરંતુ તે કોણ છે. તેનો ભેદ ઉકેલવો પોલીસ માટે મુશ્કેલ હતો પરંતુ સીસીટીવી કેમેરા તથા અન્ય દિશામા તપાસ કરતા હર્ષ પટેલની સંડોવણી સ્પષ્ટ થઇ હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંજાર પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવી આ લુંટનો ભેદ ઉકેલાયો હતો.