નખત્રાણામાં સોની વેપારીને છરી મારી તેની પાસેથી 30 લાખથી વધુના દાગીના ભરેલ બેગની લુંટમાં સામેલ બે શખ્સો લોરીયા નજીક કારમાંથી ઝડપાયા જો કે માસ્ટર માઇન્ડ ત્રીજો શખ્સ હજુ ગીરફ્તથી દુર પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી
ચાર દિવસ પહેલા નખત્રાણા કોટડા(જ) ગામે સોની વેપારીને લુંટવામા સામેલ શખ્સો પોલીસને હાથે લાગ્યા છે. 18 તારીખે કારમાં આવેલા અજાણ્યા શખ્સો છરી મારી લુંટ કરી ફરાર થઇ ગયા હતા નિલેશ સોની દુકાનેથી ઘરે જતા હતા ત્યારે છરી મારી કિંમતી 30 લાખથી વધુ રૂપીયાના દાગીનાની બેગ લુંટી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.જો કે બાદમાં હોસ્પિટલમા ખસેડાયેલા વેપારીની ફરીયાદ લઇ નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી હતી દરમ્યાન ૩૦.૭૨ લાખના કિંમતના ૪૮ તોલા સોનાના ઘરેણાંની લૂંટના ચકચારી બનાવમાં પોલીસની અન્ય ટીમો તથા મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઇ હતી જેમાં મળત્વની સફળતા મળી છે.સીસીટીવી ફુટેજ તથા કારના વર્ણનના આધારે પોલીસે લુંટમાં સામેલ શખ્સોને પકડ્યા છે. પોલીસે લોરીયા ખાતે બાતમી આધારે એક શંકાસ્પદ કારને રોકી હતી અને તેમાંથી લુંટમાં ગયેલ ધરેણા સાથે બે શખ્સો ઝડપાઇ ગયા છે.પોલીસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુન્હામાં સામેલ નાલે મીઠા સમા રહે વાંઢીયા તથા મુસ્તાક પંચાણ સમાને ઝડપી પાડ્યા છે. જ્યારે ગુન્હામા માસ્ટર માઇન્ડ મામદ સીદ્દીક હિંગોરજા પોલીસના હાથે લાગ્યો નથી જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. છરી મારી વેપારીને લુંટવાની આ ધટનાએ ભારે ચરચાર સાથે પોલસની કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.બુધવારે પચ્છિમ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.કિશ્ચયનએ લુંટ અંગે વિગતો આપી હતી.ચકચારી બનાવની તપાસના હિતમાં પોલીસે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ કરવાનુ જણાવ્યુ હતુ
રીમાન્ડમાં થશે અનેક ખુલાસા
પોલસે આરોપીને તો ઝડપી પાડ્યા છે. પરંતુ હજુ સુધી કેટલો મુદ્દામાલ રીકવર થયો છે તે સહિતની માહિતી સામે આવી નથી જેથી વેપારીને બોલાવી તેની ખરાઇ કરવામા આવશે શક્યતા છે કે લુંટમાં ગયેલો કેટલોક મુદ્દામાલ ફરાર આરોપીના કબ્જામા હોઇ શકે છે. તો લુંટનો ઉદ્દેશ પણ સામે આવ્યો નથી કેમકે અત્યાર સુધીની તપાસમાં આરોપીનો કોઇ ગુન્હાહીત ઇતિહાસ સામે આવ્યો નથી તો આરોપી ખાવડા અને અબડાસા વિસ્તારના છે તેવામાં નખત્રાણાના ગામમાં લુંટનો પ્લાન કઇ રીતે બનાવાયો અને અન્ય કોઇની આ લુંટમાં સંડોવણી છે કે નહી તથા વેપારી પાસે મોટો મુદ્દામાલ છે અને આ સમયે લઇને જાય છે તે માહિતી માટે રેકી કરી પ્લાન બનાવ્યો કે કોઇ ટીપ્સ આપી હતી તે સહિતની વિગતો સ્પષ્ટ થશે