ભુજોડી આશાપુરા મેમોરિયલ ઓફિસ માંથી ૧.૨૪ લાખની રોકડ તથા બોલરો ચોરી ની કબૂલાત, રીઢો ચોર ૫૭ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ
પેટ્રોલિંગ દરમ્યાન માધાપર પોલીસે શંકાસ્પદ ની પૂછપરછ કરતા ઘરફોડ વાહનચોરી નો ગુન્હો ઉકેલાઈ ગયો છે જો કે તપાસ કરતા આરોપી પશ્ચિમ કચ્છમાં ૨૦૧૫ થી ૫૭ જેટલા ગુન્હામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.કચ્છમાં તાજેતરમાં વધેલા ચોરીના બનાવો વચ્ચે પોલીસ ઘરફોડ ચોરી તથા વિવિધ વાહનોની ચોરી કરી પોલીસને પડકાર ફેકનાર આરોપીને પકડવા માટે સક્રિય છે. તે વચ્ચે માધાપર પોલીસે બાતમી આધારે પેટ્રોલિંગ દરમ્યાન માધાપર સોનપરી ગેટ નજીક શંકાસ્પદ ફરતા એક શખ્સની અટક કરી હતી. અને તેની પુછપરછ કરતા રસીદ ઉર્ફે વલો દેસર તૈયબ સમા હોવાની કબુલાત સાથે તેને આજથી થોડા મહિના પહેલા આશાપુરા મેમોરીયલમાં રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. તથા થોડા મહિના પહેલા આજ વિસ્તારમાંથી એક બોલેરો કારની ચોરીની કબુલાત આપી હતી. જેથી પોલીસે અટકાયત કરી તેની વધુ પુછપરછ શરૂ કરી હતી જે તપાસમાં તેની અનેક મામલામાં અગાઉ સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.પોલીસની તપાસમાં હકિમ ઇબ્રાહીમ સમા તથા રજામ મુકા સમા, સલીમ મુસા સમાની સંડોવણી ચોરના ગુન્હામાં ખુલી છે. આ ત્રણ શખ્સો પણ તેની સાથે ચોરીમાં સામેલ હતા.ઝડપાયેલા આરોપીના ગુન્હાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી સામે અગાઉ કચ્છના અલગ-અલગ પોલીસ મથકોએ ૫૭ જેટલા ગુન્હા નોંધાયેલા છે.વાયોર, ગઢશિશા,માધાપર, નીરોણા ,માનકુવા સહિત પોલીસ મથકે નોંધાયેલા ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેથી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે તેની સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તેની સાથેના આરોપી પકડાયા બાદ વધુ ચોરીના ભેદ ઉકેલાઇ શકે છે. જો કે સ્થાનિક પોલીસે માધાપરમાં થયેલી ૨ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.