રાપરની ચુંટણીમાં વિકાસ,સમસ્યા વચ્ચે હવે જાતિવાદને લઇને નિવેદનો શરૂ થયા છે. કોગ્રેસના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ધારાસભ્યને લુખા કહી સંબોધતા વિવાદ,ભાજપ સમર્થક મુસ્લિમ ધર્મગૂરૂ વિરૂધ્ધ પણ બેફામ નિવેદન ભાજપે કહ્યુ ચુંટણી પરિણામોથી જવાબ આપશુ
વિકાસ,ભષ્ટ્રાચાર સમસ્યા અને તેના ઉકેલ સહિતના મુદ્દે લડાતી સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ધર્મના રંગ ભળ્યા છે વાત છે રાપરની કે જ્યા અત્યાર સુધી તો શહેરની સમસ્યા, વિકાસના વાયદાઓ સહિતના મુદ્દા ચુંટણીમાં ચર્ચામાં હતા તો કાયદો વ્યવસ્થાની સ્થિતીને લઇને પણ ભાજપ-કોગ્રેસે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા પરંતુ હવે રાપરની ચુંટણીમાં ધાર્મીક રંગ ભળ્યો છે.16 તારીખે રાપર ચુંટણી માટે પણ મતદાન થવાનુ છે ત્યારે ભાજપ-કોગ્રેસ એડીચોટીનુ જોર લગાવી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં અમદાવાદથી ચુંટણી પ્રચાર માટે રાપર આવેલા પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના વિવાદીત નિવેદનોથી રાપરનુ રાજકારણ ગરમાયુ છે. કરછ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાપર શહેરના વોર્ડ નંબર ૧ અને ૨માં ડોર ટુ ડોર પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં ગ્યાસુદ્દીન શેખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ભારત દેશની એકતાને તોડવાનું કામ કર્યું છે તેમજ સત્તા માટે સમાજવાદ અને કટ્ટરવાદ ફેલાવી રહી છે.હિન્દુ-મુસ્લિમ કરીને સમાજમાં વિખવાદ પાડવાનું કામ કરી રહી છે.ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીનું હનન કરવાનું કામ કર્યું છે.કોંગ્રેસ સર્વે ધર્મ ને માનવાવાળી પાર્ટી છે.કોંગ્રેસ પાર્ટી હર હંમેશ એકતા જાળવવાનું કામ કર્યું છે.જો કે તે વચ્ચે તેના ધારાસભ્યનને લુખ્ખા કહેતા નિવેદનથી રાપરની ચુંટણીનુ રાજકારણ ગરમાયુ હતુ. જો કે ભાજપે તેનો જવાબ આપ્યો હતો રાપરમાં એક રાજકીય કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાએ પુર્વ કોગ્રેસી ધારસભ્યના નિવેદનને વખોડ્યુ હતુ જો કે ધારાસભ્યને લુખ્ખા કહેવા સંદર્ભે તેમને કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ ભાજપના મુસ્લિમ સમર્થક ધર્મગુરૂ વિષે કરાયેલી ટીપ્પણીને તેને વખોડી જવાબ આપ્યો હતો
ધારાસભ્યને કહ્યા લુખ્ખા…
લોકોની સમસ્યા,પ્રશ્નો બાબતે ચુંટણીમાં વાત થાય તે જરૂરી છે. પરંતુ પોતાના ભાષણ દરમ્યાન ગ્યાસુદ્દીન શેખ અનેક વિવાદ સર્જે તેવા નિવેદનો આપ્યા હતા.તેને એક નિવેદનમાં રાપરમાં ભાજપને સમર્થન કરી રહેલા એક મુસ્લિમ ધાર્મીક અગ્રણીને આડેહાથ લીધા હતા અને ગુજરાતમાં ભાજપ અને સરકાર દ્રારા મુસ્લિમ પર થઇ રહેલા અત્યાચાર અંગે વાત કરી આવી પાર્ટીને સમર્થન કરનાર મુસ્લિમ ધર્મગુરૂને બનાવટી કહ્યા હતા. સાથે લોકોને અપિલ કરી હતી કે હવે અહી આવે ત્યારે તેને પંયગર સાબેહની અવમાનના બાબતે લોકોને પુછવા પણ કહ્યુ હતુ. જો કે સૌથી વિવાદસ્પદ વાત એ રહી હતી કે તેને પોતાના નિવેદનમાં રાપરના ધારાસભ્યને લુખ્ખા કહી સંબોધ્યા હતા. તેનો વિડીયો સોસીયલ મિડીયામાં ખુબ વાયરલ થયો હતો રાજકીય આક્ષેપબાજી યોગ્ય ગણી શકાય પરંતુ ધર્મને આગળ કરી કરાયેલા આ પ્રહારો હાલ ભારે ચર્ચામાં છે. તેમણે કહ્યુ લુખા ધારાસભ્યથી ડરવાની જરૂર નથી..જો કે કચ્છના મુસ્લિમ અગ્રણીએ તેમના નિવેદનને વખોડ્યુ પણ હતુ
ભાજપે કહ્યુ….ચુંટણી જીતથી જવાબ મળશે
ગ્યાસુદ્દીન શેખના વિવાદીત નિવેદનો અંગે ભાજપના ધારાસભ્ય પુત્રએ એક જાહેરસભા દરમ્યાન જવાબ આપ્યો હતો અને મુસ્લિમ અગ્રણી વિષે કરેલી ટીપ્પણી અંગે તેને દુખ વ્યક્ત કર્યુ હતુ. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરતા ભાષણને વખોડી કુલદિપસિંહ જાડેજાએ કચ્છમાં કોમી એકતા તોડવા સમાન આ ભાષણને ગણાવી લોકોને તેને જાકારો આપવા માટે કહ્યુ હતુ અને રાપરની ચુંટણીમાં જંગી બહુમતીથી ભાજપ વિજતા બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો સાથે જાતિવાદ અને કોમવાદ ફેલાવનાર કોગ્રેસને આડેહાથ લીધી હતી ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સહિત ભાજપના કચ્છ ભરના આગેવાનો પણ રાપરમાં ચુંટણી પ્રચારમાં જોડાયા હતા.તો ભાજપ આગેવાનો શહેરની સમસ્યાથી મુકત બનાવવા માટે ભાજપને વિજયી બનાવવા પણ આહવાન કરી ગ્યાસુદ્દીન શેખના નિવેદનને વખોડ્યુ હતુ
ભચાઉમાં કોગ્રેસના રકાસ પછી રાપરની ચુંટણી કોગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે. અહી ત્રણ દાયકાથી ભાજપનુ પ્રભુત્વ છે. પરંતુ બેઠકો બિનહરીફ ન થતા હવે ચુંટણી જંગ બરોબરનો જામ્યો છે. જો કે સ્થાનીક પ્રશ્નોની રાજકીય ગરમાગરમી વચ્ચે હવે ધર્મ વચ્ચે લવાતા રાપરનુ રાજકારણ ગરમાયુ છે. જે રાજકીય નિષ્ણાંતોના મતે ચુંટણી પરિણામો પર ચોક્કસ અસર કરશે તો કોગ્રેસી અગ્રણીનુ વાયરલ થયેલુ નિવેદન કચ્છમા ખુબ વાયરલ થઇ રહ્યુ છે. જુવો વિડીયો👇🏻