રાપરના વ્રજવાણીધામ ખાતે છઠ્ઠા પાટોત્સવ અને નૂતન અતિથિગૃહના લોકાર્પણ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું
રાપર ઐતિહાસિક વૃજવાણી ખાતે સતી સ્મારક અને રાધા-કૃષ્ણ મંદિરના છઠ્ઠા પાટોત્સવ અને નૂતન અતિથિગૃહના લોકાર્પણ પ્રસંગે દાતાઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજયના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વૃજવાણીની ઐતિહાસિક ધરોહરને વિકસાવવાના તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
વૃજવાણી ધામની ધરોહર એ કચ્છની ઐતિહાસિક વિરાસત સમાન છે. ૧૪૦ સતીઓનું સ્મારક ધામ આજે વિશ્વમાં પ્રચલિત થયું છે. સાડા પાંચસો વર્ષ પહેલાનાં સતી માતા સ્મારકને ઉજાગર કરાયું છે ત્યારે આવનારા દિવસોમાં વૃજવાણી ધામનો અનેકગણો વિકાસ થવાનો છે. તેમ જણાવી શ્રી આહિરે કહયું કે, રાપર તાલુકામાં નર્મદાના નીર પણ આવી ગયા છે. પરિણામે સમગ્ર તાલુકાનો વિકાસ થતાં કાયાપલટ થશે. ઐતિહાસિક વૃજવાણીની ૧૪૦ આહીરાણીઓ સતી થઇ તેની અમર ગાથા આહિર સમાજની ધરોહરસમું ઐતિહાસિક સ્મારક મહત્વ ધરાવે છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી રાણાભાઇ આહિર, લખમણભાઇ ઢીલા, કમલભાઇ આહિર, ખેંગારભાઇ વરચંદ મોહનભાઇ પટેલ, પેથાભાઇ સોનારા, ચોબારી સમાજના અગ્રણીઓ, કાળુભાઇ ખુટી પરિવાર અને મુકેશભાઇ કેરાસીયા સહિત સંતો, મહંતો, સુરત આહિર સમાજ અગ્રણી, દાતાઓ તેમજ સમાજના આગેવાનોના સન્માન કરાયા હતા આ પ્રસંગે રૂપાભાઇ ચાડ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી આહિર અગ્રણીઓ અને શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં યજ્ઞ, ધ્વજારોહણ, રાસોત્સવ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું હતું.