Home Current સત્તાપર મધ્યે આયોજીત મહોત્સવના પ્રારંભે પવન વેરી બન્યો મંડપ ઉડ્યા જાનહાની ટળી

સત્તાપર મધ્યે આયોજીત મહોત્સવના પ્રારંભે પવન વેરી બન્યો મંડપ ઉડ્યા જાનહાની ટળી

3149
SHARE
અંજારના સત્તાપર ગામે આવેલ ગોવર્ધન પર્વત પર સદ્દગુરૂ મહોત્સવ મિલન સહિત વિવિધ ધાર્મીક કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. જે અતર્ગત આજથી વજપ્રભાવગ્રંથ પારાયણનો પ્રારંભ થયો હતો. અને તેના ભાગરૂપે સમગ્ર સત્તાપર સહિત અંજારના આસપાસના અનેક લોકો કથાનુ રસપાન કરવા  ઉપસ્થિત થયા હતા. પરંતુ બપોર બાદ અચાનક પલ્ટાયેલા વાતાવરણના પગલે ભારે પવન ફંકાયો હતો  તેમાં કથા મંડપ ખંડીત થયો હતો. જો કે સદ્દનશીબે જાનહાની ટળી હતી. અને કોઇને મોટી ઇજા થઇ ન હતી પરંતુ ત્રણ લોકોને સામાન્ય ઇજા થતા કથાના આયોજકો દ્વારા તેઓને સારવાર સહિતની મદદ કરાઇ હતી. કથાનો પ્રારંભતો સાંજે થવાનો હતો પરંતુ તે અતર્ગત બપોરે સંગીત કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ પરંતુ તેનુ રસપાન લોકો કરે તે પહેલા જ મંડપ તુટી પડતા નાશભાગ મચી ગઇ હતી. જો કે કથાના આયોજકો અને સ્વંય સેવકો દ્વારા તાત્કીલક અફરાતફરીના માહોલ વચ્ચે લોકોને બહાર કાઢવાની કાર્યવાહી કરાઇ હતી. પરંતુ કથાના પ્રથમ દિવસેજ કુદરતે વિધ્ન નાંખતા કથા રસીકોમાં નિરસતા છવાઇ છે. જો કે આયોજકો કથા ફરી શરૂ કરાવવા માટે કટ્ટીબદ્ધ છે. આજે સાંજે ત્રિક્રમદાસજી મહારાજના શુભ આશિષ મેળવવા માટે સૌ કોઇ મોટી સંખ્યામાં એકઠા થવા માટે ઉપસ્થિત થવાના હતા.