ભારાપર ગામમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.
માનકુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પશ્ચિમ કચ્છ LCB એ ભારાપર ગામના સબ સ્ટેન્ડ પાસે આવેલ કોમ્લેક્ષની છત ઉપર ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા 8 સખ્શોને ઝડપી પડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં (૧)દાઉદ સુલેમાન મેર, ઉવ.૪પ, રહે.મેમણ મસ્જીદની બાજુમાં, ભારાપર, તા.ભુજ, (ર) ઇબ્રાહીમ સાલેમામદ રાયમા, ઉવ.૩૭, રહે.મફતનગર, ભારાપર, તા.ભુજ (૩) ઇકબાલ લતીફ ત્રાયા, રહેે.સ્મશાન જતા રસ્તા પાસે, ગોડપર, તા.ભુજ (૪) રમેશ પેથા મહેશ્વરી, ઉવ.૨૫, રહે.આંબેડકરનગર, ભારાપર, તા.ભુજ. (પ) અદ્રેમાન ઇશાક સના, આંબેડકરનગર, ભારાપર, તા.ભુજ (૬) આરીફ જુસબ મેમણ, ઉવ.૨૩, જુમા મસ્જીદની બાજુમાં, ભારાપર, તા.ભુજ (૭) મુળજી દેવજી મેપાણી, (પટેલ), ઉવ.૬૬, રહે.શંકરના મંદિરની બાજુમાં, સુરજપર, તા.ભુજ (૮) રજાક અદ્રેમાન જત, ઉવ.૩૧, રહે. આલમશાપીરની દરગાહ પાસે, દહિંસરા, તા.ભુજનો સમાવેશ થાય છે ઝડપાયેલા ઈશમો પાસેથી રોકડા રૂા.૨૧,૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭, કિ.રૂા.૪,૦૦૦/- એમ કુલ્લે રૂા.૨૫,૦૫૦/- ના મુદામાલ મળી આવ્યો હતો તમામ વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છમાં માર્ગ અકસ્માતની વણઝાર 3 દુર્ઘટનામાં 6 મોતથી અરેરાટી
કચ્છમાં ઓદ્યોગીક વિકાસ અને વાહનોની સંખ્યા વધવા સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. દિવસે દિવસે પુર્વ અને પશ્ચિમ કચ્છમાં છાસવારે મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ત્યારે શુક્રવારનો દિવસ ફરી ગોઝારો સાબિત થયો હતો અને માર્ગ અક્સમાતની 3 દુર્ઘટનામાં 6 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. જેમાં એક અકસ્માત ભચાઉના લાકડીયા નજીક સર્જાયો હતો તો બીજો અકસ્માત નખત્રાના ઉગેડી નજીક સર્જાયો હતો જેમાં 3 વ્યક્તિ મોતને ભેટ્યા હતા તો રાપરના નિલપર પાસે પણ અકસ્માતમાં એક કોળી યુવાને જીવ ગુમાવ્યો હતો.
લાકડીયા નજીક આજે સવારે 9 વાગ્યાના અરસામા અકસ્માત સર્જાયો હતો જેમાં ટીંડલવાના બે ભાઇઓ બાઇકથી શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે હજીયાવાંઢ જઇ રહ્યા હતા ત્યારેજ સામખીયાળી આડેસર હાઇવે પર ટ્રેલરે તેની બાઇકને ટક્કર મારી હતી. જેમાં હરેશ જીવા કોલી અને દયાલ જીવા કોલી નામના બે સગા ભાઇઓના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા આ બનાવ અંગે લાકડીયા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે બન્ને પરિણીત યુવકોના મોતથી પરિવારમાં આક્રદ છવાયો છે.
નખત્રાણા પાસે આજે સર્જાયેલા ગમ્ખવાર અક્સ્માતે પશ્ચિમ કચ્છમાં ભારે ચકચાર સર્જિ હતી. મૃતકો પિત્રા પુત્ર અને તેમના સંબધી માતાનામઢથી દેશલપર ગુતલી તેમના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારેજ પાછળથી આવી રહેલી કારે બાઇકને વિગોડી નજીક જોકદાર ટક્કર મારી હતી જેના પગલે ત્રણેના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા જેમાં મુળજી જગુભાઇ વાલ્મિકી તેનો પુત્ર જીલ મુળજી વાલ્મિકી અને બોટાદના લવજી વિરા વાલ્મિકીનો સમાવેશ થાય છે. અક્સમાત બાદ કાર ચાલકે કાર સાથે નાસી જવાની કોશીષ કરી હતી. જો કે કાર તો ત્યાથીજ મળી આવી હતી પરંતુ કારચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. જે બાબતે નખત્રાણા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
નખત્રાણાના વિગોડી નજીક અક્સ્માતની ઘટના બની તે સમયમાંજ રાપરના નિલપર પાટીયા પાસે પણ આવોજ અક્સ્માત સર્જાયો હતો જેમા ડમ્પરે બાઇકને ટક્કર મારતા લડશી લક્ષ્મણ કોલીનુ ઘટના સ્થળે મોત થયુ હતુ જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો બનાવ અંગે રાપર પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમા દિવસને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. અને તેમાય ભચાઉના શિકરા નજીક સર્જાયેલા અકસ્માતમાં 10ના મોત હોય કે પછી અંજાર નજીક સર્જાયેલા અકસ્માતમા એકજ પરિવારના પાંચ સભ્યોના મોત કચ્છ હજુ તેના આઘાતમાંથી બહાર આવ્યુ નથી. અને હજુ પણ એ ગોઝારા અકસ્માતની ચર્ચા છે. તેવામાં આજનો શુક્રવાર લોહીયાળ સાબિત થયો હતો અને માર્ગ અક્સ્માતે અનેક પરિવારના માળા વીંખી નાંખ્યા હતા.