Home Crime ભુજ માં હિન્દુ દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરનાર ઝડપાયો

ભુજ માં હિન્દુ દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરનાર ઝડપાયો

5450
SHARE
રવિવારે ભુજ આવી રહેલા મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે જ પશ્ચિમ કચ્છ LCB પોલીસે હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓની તોડફોડ કરનાર આરોપીની ધરપકડ કરી છે.આ પૂર્વે કચ્છના હિન્દુ સંગઠન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્ર ના વિરોધની ચીમકી અપાઈ હતી.પોલીસે કરેલી કામગીરી સંદર્ભે પશ્ચિમ કચ્છ LCB પોલીસે આપેલી સતાવાર માહિતી પ્રમાણે ભુજના રાજગોર સમાજના સ્મશાન ગૃહમાં આવેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરવાનું કૃત્ય ઓસમાણ જુસબ સમા નામના ઇસમે કર્યું હતું. આરોપી ઓસમાણ ઉર્ફે ડાડો જુસબ સમા ભુજ માં સરપટ નાકા બહાર શાંતિનગર પાસે આસાબા પીરની દરગાહ પાસે સમા વાસ માં રહે છે. આ કૃત્ય કરનાર આરોપીએ જુના ઝગડાનું મનદુઃખ રાખીને મૂર્તિઓની તોડફોડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું  LCB પી.આઈ. જે.એમ.આલ અને પીએસઆઇ એમ.બી.ઔસુરા દ્વારા ગોઠવાયેલ પેટ્રોલિંગ દરમ્યાન આરોપી ઓસમાણ જુસબ સમા ઝડપાઇ ગયો હતો.જો કે, હજી દરગાહ તોડફોડ પ્રકરણમાં પોલીસ કોઈ આરોપીઓને પકડી શકી નથી.